સુરત: રવિવારે મોડી સાંજે અવિરત વરસાદના પગલે સુરત શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતું હતું. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા. 2 કલાકમાં સતત 4 ઈંચ વરસાદ પડતા અ0નેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કામરેજમાં સવા 4 ઈંચ તો તાપીના નિઝરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
સુરત શહેર, કામરેજ અને પલસાણા તાલુકામાં સાંજના છ થી આઠ વાગ્યા દરમિયાન બે કલાકમાં ચાર-ચાર ઈચ વરસાદ નોંધાયો છે. સુરતમાં ભારે વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીથી તરબોળ થયા. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. આઠવાગેટથી રીંગ રોડ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.મેટ્રોની કામગીરીને કારણે પાણીનો નિકાલ ન થતાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયો હતા.
ભારે વરસાદના પગલે દુકાનો અને ઘરોમાં પણ પાણી ભરાયા છે. અઠવાગેટ, પૂણાગામ, વરાછા, ઉધનામાં પાણી ભરાયા છે.
