અડધા કોંગ્રેસના નેતાઓની ભાજપ સાથે મિલીભગત છેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ ગુજરાત પ્રવાસ છે. ત્યારે તેમનો ગુસ્સો સાતમા આસમાને છે. તેમણે પક્ષન જ આડે હાથ લીધો હતો. તેમણે પક્ષના શકુનીઓને હાંકી કાઢવાની વાત કરી છે. કોંગ્રેસના કેટલાક નેતા ભાજપ સાથે મળેલા છે. જરૂર પડશે તો અમે 30થી 40 લોકોને કાઢી મૂકીશું, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે મારી અને કોંગ્રેસ પાર્ટીની શું જવાબદારી છે. ૩૦ વર્ષ થઈ ગયાં, અહી અમે સરકારમાં નથી. જ્યારે પણ હું આવુ છું ત્યારે ચર્ચા 2017, 2022, 2027 ચૂંટણી માટે થાય છે, પણ સવાલ ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણી જવાબદારી પૂર્ણ નહીં કરે ત્યાં સુધી ગુજરાતમાં ચૂંટણી આપણે નહીં જીતી શકીએ. આપણે ગુજરાત જનતા પાસે સત્તા માગવાની જરૂર નથી. જ્યારે આપણે જવાબદારી સ્વીકારીશું  એટલે જનતા તમને મદદ કરશે.

તેમણે કહ્યું હતું કે ગુજરાત કાંગ્રેસના નેતાઓમાં બે પ્રકારના નેતા છે. એક નેતા જનતા સાથે ઊભા છે, જનતા માટે લડે છે, જનતાની ઈજ્જત કરે છે, જેના દિલમાં કોંગ્રેસ છે. બીજા નેતા એ છે કે જે જનતાની ઈજ્જત નથી કરતા, તેમને મળતા નથી તેમનાથી દૂર છે. તેમાંથી કેટલાક ભાજપ સાથે મળેલા છે. જ્યાં સુધી આપણે એમને ક્લિયરલી અલગ નહીં કરીએ, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ નહીં કરે. ગુજરાતની જનતા વેપારી પ્રજા વિપક્ષ ઇચ્છે છે, બી ટીમ નહીં. મારી જવાબદારી છે કે આ લોકોને જુદા કરવા. ગુજરાત કોંગ્રેસે પાસે બ્લોક જિલ્લા કે પ્રદેશ સ્તરે નેતાઓની ઊણપ નથી. જરૂર પડે તો 30-40 લોકોને કાઢી દઈશું.


તેમણે કહ્યું હતું કે વિપક્ષ પાસે ગુજરાતમાં ૪૦ ટકા મત છે. ગુજરાતમાં કોઈ પણ સ્થળે ૪૦ ટકા મત કોંગ્રેસના છે. જો કોંગ્રેસના મત પાંચ ટકા વધે એટલે વાર્તા પૂર્ણ. હું આ વાત તમને કરવા આવ્યો છું. તમે કહેશો ત્યાં આવીશ અને ગુજરાતની જનતા સાથે સંબંધ બનાવવા માગુ છું. હું ગુજરાત કોગ્રેસના બબ્બર શેરના આત્મવિશ્વાસને જગાડવા આવ્યો છું.