વડોદરામાં NEET વિવાદને લઈ યુથ કોંગ્રેસ ઉતર્યું મેદાને..

NEET UG 2024 વિવાદ દિવસેને દિવસે ગરમાતો જાય છે. ત્યારે આજે ફરી એક વડોદરામાં યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.  રસ્તા રોકો આંદોલન સાથે નકલી નોટો ઉડાડીને યુથ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલન વધુ ઉગ્ર બનતા યુથ કોંગ્રસના 12 જેટલા લોકોની અટકાયત કરવાની ફરજ પડી હતી.

નીટ પરીક્ષાના પેપર લીક બાદ આજે યુથ કોંગ્રેસે વડોદરામાં પરીક્ષા ફરી લેવાની માંગ સાથે સયાજીગંજ વિસ્તારમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતો. યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. કાર્યકરોએ નકલી નોટો ઉડાડીને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચીને યુથ કોંગ્રેસના 12 કાર્યકરોની અટકાયત હતી. ઉગ્ર આદોલન વચ્ચે યુથ કોંગ્રેસના કાર્યકરોનું કથન હતું કે નીટે પરીક્ષામાં લાખો વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થયા છે. વિદ્યાર્થીની મહેનત પેપર કૌભાંડ દરેક વખતે વ્યર્થ જાય છે. યુથ કોંગ્રેસ ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા. આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભાજપના શાસનાકાળ પેપર કૌભાંજ સામાન્ય વાત થઈ ચૂકી છે.

NEET પરીક્ષા ફરી લેવાની ઉગ્ર માગ સાથે યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત પેપર કૌભાંડના આરોપીઓ સામે આકરા પગલા લેવાની પણ તેમણે માગ કરી હતી. વધુમાં તેમણે NTA નિષ્ફળ ગઈ હોવાના આરોપ સાથે કેટલાક આકરા પ્રશ્ન કર્યા હતા.