‘દૂરબીન’ના ઉપક્રમે ‘વીમેન્સ ડે સ્પેશિયલ હેરિટેજ વૉક’

અમદાવાદઃ 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘ધ દૂરબીન’ સંસ્થા દ્વારા મહિલા દિવસના પ્રિ- સેલિબ્રેશનના ભાગરૂપે ‘વીમેન્સ ડે સ્પેશિયલ હેરિટેજ વોક’નું આયોજન 7 માર્ચ, રવિવારના રોજ કરવામાં આવ્યું હતું.

હેરિટેજ વૉકમાં અમદાવાદના વૈવિધ્યપૂર્વ ઇતિહાસની સાથે અમદાવાદમાં મહિલાઓનું યોગદાન, મહિલા સશક્તિકરણ, વુમનહુડ વિશેની પણ માહિતી આપવામાં આવી હતી. વીમેન્સ ડે હેરિટેજ વોકમાં 30થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો અને આ વોકને મહિલાઓ દ્વારા જ લીડ કરવામાં આવી હતી. 2 કિમીની વોક સવારે 7.30 કલાકે શરુ થઇ હતી જ્યારે અંત 10:30 કલાકે માણેકચોક ખાતે થયો હતો.

વોકની શરૂઆત એલિસબ્રિજ નીચે અમદાવાદના સ્થાપના સ્થળ ‘માણેકબુરજ’થી શરૂ કરી શહેરની ધરોહર સમાન સ્થાપત્ય સ્થાનોની ઐતિહાસિક તથ્યોને ઉજાગર કરતા અને એ સ્થાપત્યોની બેનમૂન કારીગરીને માણતાં માણેકચોક પર માણેકબાબાની સમાધિ પર પૂરી કરી હતી.

આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે એન્કર, હોસ્ટ અને ફોર્મર RJ જલ્પા સતીશ અને તેમની સાથે મિસીસ ઇન્ડિયા -અમદાવાદ, મિસીસ ગુજરાત ટોપ મોડેલ તથા મિસીસ અમદાવાદ પોપ્યુલર એવા સોની જેસ્વાની ભટ્ટ પણ હાજર રહ્યાં હતાં. તેમણે ઉપસ્થિત મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો.

હેરિટેજ વોક દરમિયાન વાઘેલા શિલ્પાબા “નવ્યા” દ્વારા શિઘ્ર કાવ્ય પણ વોકને અનુલક્ષીને લખવામાં આવ્યું હતું.