રાજકોટમાં TRP ગોમ ઝોન લાશ્રાતગૃહ ફરવાય ગયો હતો. જેમાં 27 માસૂમ લોકોનો જીવ હોમાય ગયો હતો. રાજકોટમાં માનવ સર્જીત અગ્નિંકાંડ બાજ રાજ્ય સરકારની આંખ ઉઘડી છે. જે બાદ રાજ્યના તમામ જિલ્લામાં તપાસના ધમધમાટ ચાલ્યા. જ્યાર બીજી બાજું અગ્નિકાંડના આરોપીઓને લઈને SITની રચના કરવામાં આવી. જે અગ્નિકાંડ દરેક પાસા તપાસી તેમાં નાનાથી મોટા અધિકારીઓની સંડોવણી પર તપાસ કરી રહી હતી. જ્યારે તપાસમાં અવાર નવાર નવા નવા ખુલાસા પણ થયા હતા. ત્યારે હાલ પણ કેટલાક અધિકારીઓ SITની શંકાના દાયરામાં છે.
રાજકોટ અગ્નિકાંડને લઈ એક મહિનો વિતવા આવ્યો અને હાલ પર તપાસની ચાલી રહી છે. ત્યારે ફરી એક વખત SITના રિપોર્ટને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર SIT આજે રાજ્ય સરકારને સોંપવાની હતી. આ રીપોર્ટ SIT આજે સુપ્રત નહીં કરે, કેમ કે હાલ પણ કેટલીક મોટા અધિકારીઓ છે. જે SITના શંકાની દાયરામાં છે. જેને લઈ પછ પરછ થવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે SIT 3-4 ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી પણ કરી શકે છે. આજે SIT રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરવાના હતા. આ રિપોર્ટને લઈ SIT વડા સુભાષ ત્રિવેદીના અધ્યક્ષતામાં ગતરોજ મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી. SIR દ્વારા હાલ સુધીમાં 100 પાનનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં શું એક્શન લેવા જોઈએ થી લઈ આગળની શું રણનિતી રાખવી જોઈએ? જેવા કેટલાક મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે.
રાજકોટમાં ગત 25મી મેના રોજ TRP ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ગેમ ઝોનમાં ફાયર NOC કે ફાયર સેફ્ટીના હોવાને કારણે આગ લાગવાના સમય પર કોઈ પણ બચાવ કામગીર થઈ ન હતી. આ ઉપરાંત ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ કાર્યરત હતું, જેનો એક તણખો 27 લોકોને ભભૂખી ગયો. જ્યારે આગમાં ઘીનું કામ કરતી ત્યારં જ્વલનશીલ પદાર્થ પડ્યા હતા. જેને લઈ આગા પ્રસરી હતી. આ ઉપરાંત આ આગ લાગવા પાછડ કેટલાક સરકારી અધિકારીઓનો ભાગ હોવાનું પણ બહાર આવ્યું હતું.