વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસઃ હાઈકોર્ટમાં 22 નવેમ્બરે વધુ સુનાવણી

અમદાવાદઃ વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. વિસ્મય શાહ દ્વારા સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજા ઓછી કરવા માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે આ મામલે વધુ સુનાવણી 22 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.

વિસ્મય શાહ હીટ એન્ડ રન કેસમાં બે લોકોના મોત થયા હતા. ર૪-૦ર-ર૦૧૩ના રોજ જજીસ બંગલો રોડ પર બે બાઇકસવારને અડફેટે લીધા. શિવમ અને રાહુલ બે બાઇકસવારના મોત થયા હતા. ઘટનામાં BMW કાર વિસ્મય શાહ  હંકારતો હતો જે ફરાર થઇ ગયો હતો. વિસ્મય વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ ફરિયાદ થઇ હતી. ર૭-૦ર-ર૦૧૩ના રોજ વિસ્મય શાહ  પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. વિસ્મય શાહ  ગ્રામ્ય કોર્ટે વિસ્મયને 5 વર્ષની સજા ફટકારી હતી. રાહુલ-શિવમના માતા-પિતાને 5-5 લાખ વળતર આપવા આદેશ કર્યો હતો.