370 અને અયોધ્યા પછી હવે મોદી 2.0 માં અમિત શાહે આ કામ શરુ કર્યું?

નવી દિલ્હી: મોદી સરકારનો તેમના બીજા કાર્યકાળમાં તાબડતોડ નિર્ણયો લેવાનો દોર શરુ છે. સરકારની રચનાને માત્ર 70 દિવસોમાં ભાજપના નેતૃત્વવાળી સરકારે તેમના ચૂંટણી ઢંઢેરામાં સામેલ બે મોટો મુદ્દાઓ પર સફળતા મેળવી લીધી છે. આર્ટિકલ 370માં મોટા ફેરફાર હેઠળ જમ્મુ-કશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત થઈ ગયો, ત્યારબાદ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રામ મંદિર નિર્માણનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. લોકોમાં ચર્ચા છે કે, હવે મોદી સરકાર કયો મોટો નિર્ણય લેશે?

આ સ્થિતિમાં હવે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આગામી પ્લાન ત્રીજો કોર એજન્ડા એટલે કે, સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code) હશે.

3 મહિનામાં બનાવવું પડશે મંદિર નિર્માણ ટ્રસ્ટ: ગૃહમંત્રાલય ટ્રસ્ટ બનાવીને અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીમાં છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ, કેન્દ્ર સરકારે ત્રણ મહિનાની અંદરમાં અયોધ્યા અધિગ્રહણ અધિનિયમ 1993ની કલમ 6અને 7 હેઠળ નિહિત શક્તિઓને અનુરૂપ એક યોજના તૈયાર કરવાની રહેશે. આદેશ મુજબ જમીન બોર્ડ ઓફ ટ્રસ્ટીઝને સોંપી છે.

યૂનિફોર્મ સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે જે તમામ ધર્મોના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ દરેક ધર્મ માટે સમાન કાયદો લાવશે. હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે, પરંતુ આજ સુધી દેશમાં તેનો અમલ કરવામાં આવ્યો નથી.

જમ્મુ કશ્મીર અને અયોધ્યા બંન્ને લાંબા સમયથી સંઘ-બીજેપીના કોર એજન્ડામાં સામેલ રહ્યા છે. બંન્ને મુદ્દાઓ પર અમિત શાહની છબી નિર્ણાયત્મક ગૃહમંત્રીના રૂપમાં વધુ મજબૂત થઈ છે. પાર્ટી નેતાઓએ કહ્યું કે, સરકાર હવે યૂનિફોર્મ સિવિલ કોર્ડ લાગૂ કરવાની દિશામાં આગળ વધશે.