VHP દ્વારા રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધ..

લોકસભામાં વિપક્ષ નેતા તરીકે પહેલી વખત રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું.  જે બાદ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યલય ખાતે ભાજપ અને કોંગ્રેસમાં ઘર્ષણ થયું હતું. જ્યારે ભાજપ અને કોંગ્રેસ સામે સામે અમદાવાદના એલિસબ્રિજ ખાતે ફરિયાદો નોંધાય હતી. જે બાદ આજે રાહુલ ગાંધી પહેલી વખત ગુજરાત પ્રવાસે આવ્યા છે.

આજે રાહુલ ગાંધી અમદાવાદ આવતા જ VHP અને બજરંગદળ તેમજ સનાતન ધર્મના સંતો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન VHP કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને રાહુલના પૂતળા દહન કર્યું હતું. જે બાદ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શન અંગે અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું કે, ઉગ્ર વિરોધની બાતમી મળતાની સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્ય હતો. જ્યારે કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરતા બહાર આવ્યા હતા ત્યારે તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અત્યારે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ માહોલ શાંત છે. VHP કાર્યાલય મોટી સંખ્યમાં કાર્યકતાનું ટોળ જમા થયું હતું.