કોવિડ-કેર સેન્ટરનો આઇસોલેશન માટે ઉપયોગ કરોઃ રૂપાણી

ગાંધીનગરઃ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-19ને પ્રસરતો અટકાવવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે વિજય રૂપાણીએ રાજ્યના જિલ્લાવિકાસ અધિકારીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓએ વિડિયો કોન્ફરન્સ યોજી હતી.

મુખ્ય પ્રધાને આ બેઠકમાં ટોચના ગ્રામીણ અધિકારીઓને કોરોના હળવાં લક્ષણો ધરાવતા લોકોને કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ (CCCC)માં આઇસોલેશનમાં રાખવા નિર્દેશ આપ્યા હતા, જેથી પરિવારના અન્ય સભ્યો કોરોનાથી સંક્રમિત ના થાય.

મુખ્ય પ્રધાન દ્વારા એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે મુખ્ય પ્રધાને ટોચના અધિકારીઓને CCCCમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે નિર્દેશ આપ્યા હતા. આ યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ‘મારું ગામ-કોરોનામુક્ત ગામ કેમ્પેન’ અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓના જુદા-જુદા ગામોમાં 13,061 કુલ 1.20 લાખની ક્ષમતાવાળા 13,061 કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્ય આરોગ્ય સચિવ જયંતિ રવિ અને સચિવ (ગ્રામીણ વિકાસ)ના વિજય નેહરા ઉપસ્થિત રહ્યા હતા.