પાલતુપ્રાણીઓનાં ક્લિનિક પાસે જોવા મળી ડેઈઝી શાહ…

બોલીવૂડ અભિનેત્રી, કોરિયોગ્રાફર, ડાન્સર ડેઈઝી શાહ મુંબઈનાં બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં પાલતુપ્રાણીઓ માટેના એક દવાખાના પાસે એનાં ગલુડિયા સાથે જોવા મળી હતી. એ વખતે ત્યાં હાજર અમુક પ્રેસ ફોટોગ્રાફર અને કેટલાક રાહદારીઓએ એમનાં કેમેરા-મોબાઈલ દ્વારા એને તસવીરો ખેંચી હતી. ડેઈઝીએ ‘જય હો’ ફિલ્મ સાથે બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ એ ‘હેટ સ્ટોરી 3’, ‘રેસ 3’ ફિલ્મોમાં જોવા મળી હતી. ‘ગુજરાત 11’ નામની ગુજરાતી ફિલ્મમાં પણ એ ચમકી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]