અનોખી ઓફરઃ ‘ધ કેરાલા સ્ટોરી’ની ટિકિટ બતાવવા પર ચા-કોફી મફત

સુરતઃ હાલના દિવસોમાં ધ કેરલા સ્ટોરી ફિલ્મની ચોરે ને ચોટે થઈ રહી છે. આ ફિલ્મને લઈને રાજકારણ પણ ખૂબ થઈ રહ્યું છે. ભાજપ શાસિત રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી ચે. પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં આ ફિલ્મ દેખાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં સુરતમાં એક ચાની દુકાનવાળાએ આ ફિલ્મને લઈને લોકોને એક અનોખી ઓફર આપી છે.

સુરતના વેસુ વિસ્તારમાં એ ટી સ્ટોલ ચલાવતા દુકાનદારે દુકાન પર એક પોસ્ટર લગાવ્યું છે. આ પોસ્ટરમાં કેરાલા સ્ટોરી ફિલ્મનો ફોટો છપાયેલો છે. એના પર લખ્યું છે કે ધ કેરલા સ્ટોરી ફિલ્મ જોઈને આવનારા લોકો માટે મફતમાં ચા-કોફી પીવડાવવામાં આવશે.

 દુકાનદારનું કહેવું છે કે ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જોઈને આવનારા લોકોને દુકાન પર આવીને ફિલ્મની ટિકિટ બતાવવા પર તેમને મફત ચા-કોફી આપવામાં આવશે. કેસરિયા ચાની દુકાન પર અનેક લોકો ફિલ્મ જોયા પછી પહોંચ્યા હતા અને ફિલ્મની ટિકિટ બતાવીને ઓફરનો લાભ લીધો હતો. આ પોસ્ટર પર લખ્યું હતું કે આ ઓફર 15 મે સુધી ચાલશે.