ગાંધીનગર: HDFC બેંક ગ્રૂપે આજે તેના નવા પરિસરના ઉદ્ઘાટનની જાહેરાત કરી. જેમાં ગિફ્ટ સિટી ખાતે તેની વિવિધ ગ્રૂપ કંપનીઓની ઓફિસો આવેલી હશે. કંપનીએ પોતાના વરિષ્ઠ અગ્રણીઓ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિઝ સેન્ટર (આઇએફએસસી)ના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગિફ્ટ સિટી ખાતે તેની નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. એચડીએફસી બેંક લિમિટેડ IBU હવે તેની ગ્રૂપ કંપનીઓ HDFC AMC ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડ, HDFC ઇન્ટરનેશનલ લાઇફ એન્ડ રી કંપની લિમિટેડ, HDFC કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ (IFSC શાખા) અને HDFC સિક્યોરિટીઝ IFSCA લિમિટેડના અગ્રણીઓ સાથે હવે ગિફ્ટ સિટીમાં આવેલા ફ્લેક્સ વન બિલ્ડિંગમાંથી તેમની કામગીરીઓનું સંચાલન કરશે.એચડીએફસી બેંક ગિફ્ટ સિટી આઈબીયુની બેલેન્સ શીટ છેલ્લાં પાંચ વર્ષમાં ચાર ગણી વધી છે અને નાણાકીય વર્ષ 2025-2026 5.5 અબજ યુએસ ડૉલરથી વધુની બેલેન્સ શીટ સાથે પૂરું થયું છે.
16,250 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ નવા પરિસરનું ઉદ્ઘાટન HDFC બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ એમ. ભરૂચા; HDFC લાઈફના MD અને CEO વિભા પડલકર; HDFC AMCના MD-CEO નવનીત મુનોત અને HDFC સિક્યોરિટીઝના MD ધીરજ રેલ્લી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે IFSCAના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં ડિપાર્ટમેન્ટ ઑફ ડેવલપમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિપેશ શાહ અને ડિપાર્ટમેન્ટ ઑફ કેપિટલ માર્કેટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રદીપ રામકૃષ્ણનનો સમાવેશ થાય છે.
એચડીએફસી બેંક ગ્રૂપ બેંકિંગ, એસેટ મેનેજમેન્ટ, ઇન્શ્યોરન્સ, કેપિટલ માર્કેટ્સ અને રીયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટમાં વિવિધ ક્ષમતાઓ ધરાવે છે. ગિફ્ટ સિટીમાં આવેલી આ કંપનીઓની શાખા ગ્રાહકોને ઉત્પાદનો અને સેવાઓનો એક વ્યાપક સમૂહ પૂરો પાડે છે, જેમાં હોલસેલ બેંકિંગ, બિન-નિવાસી ભારતીય (એનઆરઆઈ)ની રોકાણની જરૂરિયાતોને પૂરી કરનારા વેલ્થ મેનેજમેન્ટ સોલ્યુશન્સની વિશાળ શ્રેણી (જેમાં વિદેશી ચલણ ધરાવતા સીએએસએ ખાતાઓ, ટર્મ ડિપોઝિટ્સ, યુએસડીમાં મૂલ્યાંકિત વીમો, ફોરેન કરન્સી બોન્ડ્સ, ગ્લોબલ મ્યુચ્યુઅલ ફંડ્સ, અલ્ટર્નેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સનો સમાવેશ થાય છે), સ્ટ્રક્ચર્ડ ટ્રેડ એન્ડ ફાઇનાન્સ, અન્ય દેશોમાં થતી ચૂકવણીઓ, બુલિયન ટ્રેડિંગ, ફંડ્સ અને કસ્ટડી બિઝનેસ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇન્શ્યોરન્સ અને લાઈફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ જેવી અનેક સેવાઓનો સમાવેશ થાય છે. ગિફ્ટ સિટીમાં આવેલા આ પરિસરમાં ગ્રૂપની વિવિધ કંપનીઓના 100થી વધુ કર્મચારીઓ કાર્યરત રહેશે, જેઓ ગિફ્ટ સિટીમાંથી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને પ્રકારના ગ્રાહકોને સેવાઓ પૂરી પાડશે.
આ પ્રસંગે આઇએફએસસીએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિપેશ શાહે જણાવ્યું હતું કે, ‘ગિફ્ટ આઇએફએસસીમાં એચડીએફસી ગ્રૂપની એકીકૃત હાજરી એ ફક્ત એક ઑફિસ ખોલવા પૂરતી સીમિત નથી. તેનાથી વૈશ્વિક મૂડી, નવીનીકરણ, પ્રતિભા અને વિશ્વાસ માટે નવા માર્ગો ખુલશે.’
એચડીએફસી બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ એમ. ભરૂચાએ જણાવ્યું હતું કે, ‘ખૂબ જ ટૂંકા ગાળામાં અમે વ્યવસાયમાં ખૂબ સારી પ્રગતિ સાધી છે, ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત બનાવ્યાં છે, વિદેશો સાથેના વ્યવસાયની તકોમાં પણ વધારો થયો છે અને ભારત સાથે જોડાયેલા વૈશ્વિક નાણાકીય પ્રવાહને સમર્થન પૂરું પાડવામાં સક્રિય ભૂમિકા ભજવી છેગિફ્ટ સિટીમાં અમારી ઑફિસે આવનારા ગ્રાહકો બેંકિંગ, વીમો, રોકાણ અને ફોરેન રેમિટન્સ સહિતના ઉત્પાદનોમાંથી શ્રેષ્ઠ વિકલ્પો પસંદ કરી શકે છે.’




