રાજ્યમાં અકસ્માત સીલસીલો યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત બનાસકાંઠા વિસ્તારમાં બે જગ્યા પર અકસ્માતથી કુલ 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યાં એક બાજુ ઇડર હિંમતનગર હાઇવે પર ઇકો કાર બેકાબુ બનતા માતા અને દીકરી હવામાં ફંગોળાયા હતા. જે બાદ બંન્ને માતા-દિકરીને સારવાર માટે હિંમતનગર હોસ્પિટલમાં ખેડાયા હતા. તો બીજી બાજું પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી અને મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 2 લોકોને ઈજા પહોંચી હતી.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર ભડકાવાડા પાટીયા પાસે ટેલર, ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં બાળકી અને મહિલા સહિત 4 લોકોના મોત તેમજ 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભરકાવાડા પાટીયા પાસે ટેલર, ટ્રક અને ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ગાડીમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે પૈકી 4 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક 5 વર્ષની માસૂમનું માથું છુંદાયું હતું. જેથી તેનું તેમજ એક મહિલા અને એક વ્યક્તિ સહિત 4 લોકોના મોત થયા છે. ત્રણ લોકોના તો ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો.
જ્યારે બીજી બાજુ સાબરાકાંછા જિલ્લાના ઇડર-હિંમતનગર હાઇવે પર સીએનજી પંપ પર ઇકો કાર બેકાબુ બની હતી. સીએનજી પુરાવા આવેલ પરિવાર રાહ જોઈ રહ્યો હતો તેવામાં ઇકોએ જોરદાર ટક્કર મારી હતી. અચાનક ધસી આવેલી ઇકોએ સામેની સાઈડ પર ઉભેલા મહિલા અને દીકરીને ટક્કર મારી હતી. ટક્કર મારી કાર દીવાલ સાથે અથડાઇ હતી. ઇકો કારની ટક્કરે માતા અને દીકરી હવામાં ઉછળીને નીચે પટકાયા હતા. જે ઘટનાનો વીડિયો CCTVમાં કેદ થયા હતા. બંન્ને માતા-દીકરીને વધુ સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા.