અમદાવાદઃ રાજ્ય સરકાર ગાંધી આશ્રમને વૈશ્વિક કક્ષાના સ્મારક તરીકે વિકસાવવશે. રૂપાણી સરકારે અધ્યક્ષતાવાળી ગવર્નિંગ કાઉન્સિલની રચના કરી છે અને મુખ્ય સચિવ કૈલાશનાથનની અધ્યક્ષતામાં એક કાર્યકારી કાઉન્સિલની રચના કરી છે, જે ગાંધી આશ્રમ મેમોરિયલને વિકસાવના પ્રોજેક્ટની દેખરેખ કરશે.
ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા પાંચ માર્ચના ઠરાવમાં આ પ્રોજેક્ટના અમલીકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ની નિમણૂક કરવામાં આવી છે. ગાંધી આશ્રમના પ્રોજેક્ટને વિકસાવવા માટે અંદાજે રૂ. 1200 કરોડનો ખર્ચ થશે, જેથી આ પ્રોજેક્ટ માટે આશ્રમ રોડની બંને બાજુની મિલકતોને થોડો સમય બંધ પ્રસ્તાવ છે.
રાજયસભાના સંસદસભ્ય નરહરિ અમીન, સંસદસભ્ય કિરીટ સોલંકી ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ગાંધી વિચારધારાના મહાનુભાવો ગાંધી આશ્રમના સંચાલકો, ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પો.ના તથા અમદાવાદ મ્યુનિસીપલ કોર્પો.ના અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા છે.