પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. રવિવારે જામનગર ખાતે PM નરેન્દ્ર મોદીએ વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ વેરાવળના સોમનાથ જ્યોતિરલિંગના દર્શન અને પૂજન અર્થે પહોંચ્યા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. જ્યાં PM નરેન્દ્ર મોદી આજે વન્યજીવ બેઠકની અધ્યક્ષતા કરશે.
સાસણ ગીરમાં જ સાતમી રાષ્ટ્રીય વન્યજીવ બેઠક યોજાશે. તેમાં વિશ્વ વાઇલ્ડ લાઇફ દિવસ નિમિતે ગીર સફારીમાં વડાપ્રધાન મોદી સિંહ દર્શન કરશે. વડાપ્રધાન મોદી સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે ચર્ચા કરશે. તેમાં સવારે 6 થી 8 કલાક સુધી ગીર નેશનલ પાર્ક ખાતે સિંહ દર્શન કરશે તથા 9:30 થી 11:30 કલાક સિંહ સદન ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં વન્યજીવન સંબંધિત રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. NBWL માં 47 સભ્યો છે, જેમાં આર્મી ચીફ, વિવિધ રાજ્યોના સભ્યો, ક્ષેત્રમાં કામ કરતી NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ લાયન અતંર્ગત નવા પ્રોજેક્ટો અંગે PM મોદી ઘોષણા કરશે.
વડાપ્રધાન દ્વારા 2020માં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેકટ લાયનની જાહેરાત કરી હતી. જે અંતર્ગત 2010માં થયેલી સિંહોની ગણતરી બાદ 100 ટકા વસ્તી વધારો થયો હોવાનું જાણકારી મળી રહી છે. આમ તો એશિયાટિક સિંહોનું એક માત્ર ઘર સાસણ હોવાનું અને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેકટ હજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ વેગ આજના પ્રવાસની મળશે તે મુજબ આશા વ્યકત કરવામાં આવી રહી છે. તેમજ રૂ.2900 કરોડના પ્રોજેકટ લાયન અંતર્ગત અનેક પ્રોજેક્ટો શરૂ થયા તેની સમીક્ષા સાથે સાથે લાયન કોરિડોર અંગે પણ ચર્ચા થાય તેવી શકયતા સેવાઈ રહી છે. જેમાં સાસણ, બરડા ડુંગર, આંબરડી સફારી પાર્કને સાથે જોડી લાયન કોરિડોર બનાવવા અંગે ચર્ચા થવાની સંભાવના છે.
