આજે શિક્ષકદિનઃ આ શ્રેષ્ઠ શિક્ષકો રોકડ-એવોર્ડથી સન્માનિત

ગાંધીનગરઃ ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ, દેશના પ્રખર તત્વચિંતક ઉપરાંત એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમગ્ર દેશ જેમને ઓળખે છે તેવા ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નનનો આજે જન્મ દિવસ છે. ડોક્ટર સર્વપલ્લી રાધાક્રિષ્નનના જન્મદિનને શિક્ષણ જગતમાં શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યપ્રધાન વિજય રુપાણી દ્વારા રાજ્યના 32 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે.

રાજ્યભરમાં પસંદગી પામેલા 32 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને “શ્રેષ્ઠ શિક્ષક” નો એવોર્ડ આપીને 51 હજાર રુપિયાનું ઈનામ પણ આપવામાં આવશે અને સાથે જ સન્માનપત્ર સાથે શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યું છે..

શિક્ષકદિન નિમિતે ડૉ. સર્વ૫લ્લી રાધાક્રિશ્નનના ઉદાત્ત વિચારો, શિક્ષણ અંગેનું તેમનું તત્વચિંતન તથા જીવન વ્યવહા૨ શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કોઈ શિક્ષણવિદો, શિક્ષકો, શિક્ષણશાસ્ત્રીઓ માટે જીવનમાં અનુસ૨ણનો વિષય બને તેવી અપીલ ક૨તા શિક્ષણપ્રધાને જણાવ્યું કે, માત્ર ૫મી સપ્ટેમ્બરે જ શિક્ષકદિનની ઉજવણી પૂ૨તી નથી ૫રંતુ શિક્ષણને ગુણવત્તાની દ્રષ્ટિએ એક ચોકકસ આયામ સુધી ૫હોંચાડવાના હેતુ સાથે શિક્ષણવિદ અને તત્વચિંતક ડૉ. સર્વ૫લ્લી રાધાક્રિશ્નનનું જીવન અને કવન આ૫ણાં સૌ કોઈ માટે આદર્શ બને અને તેમના વિચારોને આ૫ણે દૈનંદિન જીવનવ્યવહા૨માં અ૫નાવીએ તે શિક્ષકદિનનો સંદેશ છે.

જે ૩૨ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યાં તેમાં ૮ મહિલા શિક્ષકોનો ૫ણ સમાવેશ થાય છે. આ ૩૨ શ્રેષ્ઠ શિક્ષકોમાંથી ૧૭ પ્રાથમિક શિક્ષકો, ૪ માઘ્યમિક, ૩ ઉચ્ચત૨ માધ્યમિક, ૪ આચાર્યો, ૨ કેળવણી નિરીક્ષક, ૧ સી.આ૨.સી. ઉ૫રાંત ૧ ખાસ શાળા એવોર્ડનો સમાવેશ થાય છે.

ક્રમ શિક્ષકનું નામ શાળાનું નામ
સુભાષચંદ્ર બાબુલાલ રાઠોડ શ્રી સાંગણવા પ્રાથમિક શાળા, તા.લોધીકા. જિ.રાજકોટ
ગીતાબેન ભીખાભાઇ ચૌહાણ પૂજ્ય વલ્લભાચાર્ય પ્રાથમિક શાળા નગરપાલિકા શહેર શાળા નંબર-૨૨, કિશનવાડી, આજવા રોડ, વડોદરા
સરોજબેન સંજયકુમાર રામાનુજ શ્રી કોઠી કન્યા પ્રાથમિક શાળા, તા.જસદણ, જિ.રાજકોટ
અશોકકુમાર બટુકલાલ કાલાણી ચંદ્રમૌલી પ્રાથમિક શાળા નં.૬૭, પારૂલ સોસાયટી, ઘોઘારોડ, ભાવનગર.
મહેશગર અમરગર ગોસ્વામી શ્રી તાલુકા શાળા નં.૧, મણિ મંદિર પાસે, વી.સી.હાઇસ્કલ રોડ, મોરબી
જગદીશભાઇ નારણભાઇ મકવાણા રોજકુવા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા, પો.પાલસંડા, તા.જિ.છોટાઉદેપુર
ભગાભાઇ બેચરભાઇ પટેલ ખારોલ પ્રાથમિક શાળા, તા.લુણાવાડા,જિ.મહીસાગર
વિમલભાઇ પરસોતભાઇ નકુમ શ્રી શિવા પ્રાથમિક શાળા, વાયા-વાંસજળીયા,તા.ભાણવડ, જિ.દેવભૂમિ દ્વારકા
પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર શ્રી કંજેલી પ્રાથમિક શાળા, પો.હઠોજ, તા.વડાલી, જિ.સાબરકાંઠા
૧૦ ગોપાલકૃષ્ણ શંકરલાલ પટેલ નવા નદીસર પ્રાથમિક શાળા, પો.નદીસર, તા.ગોધરા, જિ.પંચમહાલ
૧૧ કોકિલાબેન વીરચંદભાઇ પંચાલ એસ.એન.કોઠારી પ્રાથમિક શાળા,ઢુઢિયાવાડી, જુબેલીગંજ પાસે, પાલનપુર
૧૨ બિપીનભાઇ કોળધાભાઇ પટેલ ખોખરા ફળિયા પ્રાથમિક શાળા, પારડી પારનેરા, તા.જિ.વલસાડ
૧૩ હિરેનભાઇ જોનભાઇ મેકવાન પે સેન્ટર શાળા, હાડગુડ, તા.જિ.આણંદ
૧૪ પ્રકાશ મોહનલાલ શર્મા શ્રી ડાંગાવદર પ્રાથમિક શાળા, તા.ધારી, જિ.અમરેલી
૧૫ મહેશકુમાર ચીમનભાઇ પરમાર મહાલક્ષ્મી કન્યાશાળા, મુ.પો.ઠાસરા, જિ.ખેડા
૧૬ ઝલાબેન મહિજીભાઇ દેસાઇ અનુપમ પ્રાથમિક શાળા, મુ.પાલાવાસણા, તા.જિ.મહેસાણા
૧૭ અલકાબેન બળદેવભાઇ પટેલ રામાજીના છાપરા પ્રાથમિક શાળા, તા.દહેગામ, જિ.ગાંધીનગર
૧૮ જયશ્રી કાનજીભાઇ રંગોલીયા કાર્મેલ કોન્વેન્ટ હાઇસ્કૂલ,ગાંધીગ્રામ , જુનાગઢ
૧૯ દિલિપસિંહ દશરથસિંહ રાઠોડ રાજારામ વિદ્યાવિહાર, હાયર સેકન્ડરી સ્કૂલ, ડેરીયાપરા,વટવા, અમદાવાદ
૨૦ નટવરલાલ ઝીણાભાઇ પટેલ બ્રધરન હાઇસ્કૂલ, બોરપાડા, તા.સોનગઢ, જિ.તાપી
૨૧ પ્રહલાદભાઇ ગંગારામ પટેલ કે.એલ.પટેલ કન્યા વિદ્યાલય, ઊંઝા, ખજૂરી પોળ, ઊંઝા, જિ.મહેસાણા
૨૨ ડૉ.દિપકકુમાર જશવંતરાય પંડ્યા શ્રી આર.કે. ઘરશાળા વિનય મંદિર,પરિમલ ચોક, ભાવનગર
૨૩ ગોરધનભાઇ ભગવાનભાઇ મકવાણા શ્રી એમ.ડી.શાહ વિદ્યાલય, હિંમતભાઇ ગાંધી માર્ગ, પાળીયાદ રોડ, બોટાદ
૨૪ શૈલેષકુમાર સેમ્યુઅલભાઇ રાઠોડ શ્રી માધવલાલ શાહ હાઇસ્કૂલ, બેઠક રોડ, ખંભાત, જિ.આણંદ
૨૫ મંજુલાબેન બેચરભાઇ ભીમાણી શ્રી જી.ડી.વાછાણી કન્યા વિદ્યાલય, કેશોદ, જિ.જુનાગઢ

 

૨૬ ડૉ.ઘનશ્યામભાઇ નરસિંહભાઇ ચાવડા નૂતન વિદ્યાલય, હાઇટેન્શન રોડ,સુભાનપુરા, વડોદરા
૨૭ દીપકકુમાર કેશુભાઇ દેસાઇ શ્રી વર્ધમાન વિદ્યાલય, મહેસાણા, સાર્વજનિક વિદ્યાસંકુલ,મહેસાણા
૨૮ રીટાબેન રમેશભાઇ પટેલ ગો.જો.શારદા મંદિર, મુ.વલ્લભવિદ્યાનગર,જિ.આણંદ
૨૯ કમલસિંહ જોરાવરસિંહ સોલંકી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, તાલુકા પંચાયત, હાલોલ,

જિ.પંચમહાલ

૩૦ જિતેન્દ્રકુમાર મણીલાલ મોદી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, તાલુકા પંચાયત, ગાંધીનગર
૩૧ ગૌતમચંદ્ર જયસુખલાલ ઇન્દ્રોડીયા સી.આર.સી.સાલપીપળીયા, તા.પડધરી, જિ.રાજકોટ
૩૨ રમેશભાઇ ઘેલાભાઇ બારડ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, ન્યુ ફીલ્ટર સામે,

વિદ્યાનગર, ભાવનગર

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]