અમદાવાદ :ગુજરાત જુનિયર્સ ગોલ્ફ ટુર (GJGT)ની ત્રીજી સીઝનનો રવિવારે બેલવેદેરે ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબમાં પ્રારંભ થયો છે. 21 નાના ચેમ્પિયન્સે ટી-ઓફ્ફ કરીને સીઝનનો પ્રારંભ કર્યો હતો. નાના ગોલ્ફર્સ તેમની આળસ ત્યજીને લાંબા સમય પછી પોતાની ગોલ્ફિંગ સ્કિલ રજૂ કરવા એકત્ર થયા હતા. 13થી 14 વર્ષના છોકરાઓના વય-જૂથમાં માસ્ટર શાન અમીન વિજેતા બન્યો હતો તથા માસ્ટર પ્રણીત જોષી રનર્સ-અપ બન્યો હતો.
12થી 11 વર્ષના વય-જૂથમાં માસ્ટલ નીલ દવે વિજેતા બન્યો હતો, જ્યારે માસ્ટર આર્યમાન મગોત્રા રનર્સ-અપ બન્યો હતો. 10થી 9 વર્ષના વય-થમાં માસ્ટર આદ્યંત સિંઘ, જીજેજીટીની પ્રથમ સીઝનના પ્લેયર ઓફ ધ સીઝન માસ્ટર સુહાન શાહ કરતાં ઉત્કૃષ્ટ રમત રમીને વિજેતા જાહેર થયો હતો, જ્યારે માસ્ટર અમીન અને માસ્ટર અર્ણવ પટેલ 8થી 7 વર્ષના વય-જૂથમાં અનુક્રમે વિજેતા અને રનર્સ-અપ જાહેર થયા હતા.
છોકરીઓના વિભાગમાં મિસ મન્નત સંગાર 15થી 18 વર્ષના વય-થમાં વિજેતા બની હતી, જ્યારે મિસ અનન્યાકુમાર 13થી 14 વર્ષના વય-જૂથમાં વિજેતા બની હતી. 12થી 11 વર્ષના વય-જૂથમાં ત્વિશા પટેલ સામેના પ્લે-ઓફફમાં મીસ માહિકા અધિકારી વિજેતા બની હતી. તેણે ત્વિષા રનર્સ-અપ જાહેર થઈ હતી. મિસ રૂવિશ્કા ચુડાસમાએ સૌથી નાની ઉંમરની છોકરીઓની કેટેગરી ગણાતા 6થી 7 વર્ષના વય-જૂથમાં વિનિંગ સ્ટાર્ટ સાથે પ્લેયર ઓફ ધ સીઝનનું ટાઇટલ હાંસલ કર્યું હતું.