કડક કાયદાથી હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ રોકીશું : રૂપાણી

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે તેમની સરકાર લવ જેહાદની સામે કાયદો લાવશે. પંચમહાલના ગોધરામાં રૂપાણીએ કહ્યું હતું કે રાજ્ય વિધાનસભાના આગામી બજેટ સત્રમાં સરકાર એ વિધેયક લાવવા ઇચ્છે છે.

 

મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની સરકારોએ છેતરપિંડીથી કરવામાં આવતા ધર્માંતરણને અટકાવવા માટે કાયદો બનાવવામાં આવશે. પાર્ટીના નેતા એને લવ જેહાદ અથવા લગ્નના માધ્યમથી હિન્દુ મહિલાઓનું ધર્મ પરિવર્તન કરવાનું ષડયંત્ર જણાવે છે. વિધાનસભાનું સત્ર એક માર્ચથી શરૂ થઈ રહ્યું છે અને મારી સરકાર લવ જેહાદની સામે કાયદો લાવવા ઇચ્છે છે. અમે હિન્દુ યુવતીઓના અપહરણના કૃત્યને સાંખી નહીં લેવામાં આવે.

મહિલાઓને લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. આ નવો કાયદો આ પ્રકારના કામકાજને અટકાવવા માટે છે, એમ રૂપાણી કહ્યું હતું.  રૂપાણી હાલ રાજ્યમાં 28 ફેબ્રુઆરીમાં નગર નિગમો, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે.