રાજ્ય ગૃહ મંત્રી ટ્વીટ કરી દેખાડ્યું જોરાવરનું જોર..

DRDOની લાઈટ કોમ્બેટ ટેન્ક જોરાવર ચીનને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. ગુજરાતના હજીરામાં શનિવારે લાઇટ બેટલ ટેન્ક જોરાવરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લાર્સન એન્ડ ટુબ્રો (L&T) લિમિટેડ અને DRDO દ્વારા સંયુક્ત રીતે વિકસિત, જોરાવર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાર ચીન સામે ટક્કર લેવા તૈયાર છે. તેને લદ્દાખમાં તૈનાત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

ત્યારે જોરાવર લાઈટ ટેન્કના પરિક્ષણનો વિડીયો X (ટ્વીટર) હેન્ડલ પર રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી શેર કર્યો છે. જ્યારે વિડીયો શેર કરતા તેમને પોસ્ટ તેમણે લખ્યું કે “આ ટેન્ક લદ્દાખમાં ભારતીય શસ્ત્ર સેના દળોને મજબૂત બનાવવામાં આવી છે.”

DRDOના વડા ડૉ. સમીર વી કામતે શુક્રવારે ગુજરાતના હજીરામાં લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટ ખાતે પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. લદ્દાખના ઊંચાઈવાળા વિસ્તારો માટે બે વર્ષના રેકોર્ડ સમયમાં વિકસિત આ ટાંકી સ્વદેશી ઉત્પાદનમાં ભારતીય પ્રગતિનો પુરાવો છે. ઉલ્લેખનીય છે કે 2027 સુધીમાં આ ટેન્ક ભારતીય સીમા પર ચીનને જડબાતોડ જવાબ આપવા માટે તૈનાત કરવામાં આવશે. 25 ટનની જોરાવર એ પ્રથમ ટાંકી છે જે બે વર્ષના રેકોર્ડ સમયમાં ડિઝાઇન અને પરીક્ષણ કરવામાં આવી છે. આ ટાંકી પહાડોમાં પર ચડવા માટે સક્ષમ છે. આ ટેન્કનું નામ 19મી સદીના ડોગરા જનરલ ઝોરાવરસિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે.