“સક્ષમ 2022 – બી અ ચેન્જ મેકર” કાર્યક્રમ યોજાયો

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલે (SBSએ) PGDM બેચ 2022-24ની મેનેજમેન્ટ એજ્યુકેશન જર્નીની શરૂઆત ઇન્ડક્શન પ્રોગ્રામ “સક્ષમ 2022 – બી અ ચેન્જ મેકર”ની સાથે કરી. આ કાર્યક્રમમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત SBSનાં ડિરેક્ટર – ડો. નેહા શર્મા”ના સંબોધનથી થઈ હતી, તેમણે SBS ના વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.

આ ત્રિદિવસીય પ્રોગ્રામની થિમ અનુક્રમે “બિગિનિંગ વિથ એન્ડ ઇન માઇન્ડ”, “શાર્પન યોર સો” અને “લર્નિંગ ટુ વર્ક ઈન અ ટીમ ” રાખવામાં આવી હતી. આ થિમ્સ વિદ્યાર્થીઓના પોતાના એરિયા ઓફ એક્સપર્ટીઝ અને એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટને રિયલાઇઝ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા,  કારકિર્દીમાં ખીલવા માટે- વિદ્યાર્થીઓને જે નવી કુશળતા અને ક્ષમતાઓ શીખવાની જરૂર છે તે સમજવા તેમ જ વિદ્યાર્થી મેનેજર્સમાં અસરકારક ટીમ પ્લેયરની ભાવના વિકસાવવા પર કેન્દ્રિત હતી.

આ કાર્યક્રમમાં  વિદ્યાર્થીઓને “માર્કેટિંગ એપેક્સ ગ્રુપ’ના ગ્લોબલ હેડ રંજન દત્ત સાથે વાર્તાલાપ કરવાની તક મળી હતી, તેમણે સ્ટુડન્ટ મેનેજરોની સામે સફળતા માટે બ્લુ પ્રિન્ટ બનાવીને વિવિધ બિઝનેસ મોડલ્સમાં તેમના અનન્ય અનુભવો શેર કર્યા. ગિફ્ટ સિટીમાં IFSCના જનરલ મેનેજર  સંદિપ શાહે GIFT સિટીનું તેમનું વિઝન અને ભવિષ્ય શેર કર્યું, જે વૈશ્વિક નાણાકીય સેવા ક્ષેત્ર માટે હતું. PWC (GIFT CITY)ના સુરેશ સ્વામીએ ટીમમાં દરેક વ્યક્તિની ગુણવત્તા અને તેની જવાબદારીઓનું સંપૂર્ણ ધ્યાન રાખવા જેવી બાબતોના મહત્ત્વને સમજાવ્યું હતું.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]