ગાંધીનગરઃ વડા પ્રધાન મોદી ત્રિદિવસ ગુજરાતના પ્રવાસ છે તેમણે ચોથી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ સમિટ અને એક્સપોનું ઉદઘાટન કર્યું હતું. PM મોદીએ મહેમાનોને સંબોધતાં જણાવ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે આવનારા ત્રણ દિવસ સુધી એનર્જીનું ફ્યુચર, ટેકનોલોજી અને પોલિસી પર ગંભીર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી એકબીજા પાસેથી શીખીશું.
આ સમિટ 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજાશે. આ ઉદ્ઘાટન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. તેમની સાથે ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ આ પ્રસંગે હાજરી આપી છે.
વડા પ્રધાને આ સમિટમાં કહ્યું હતું કે ભારતની જનતાને 60 વર્ષ પછી લગાતાર આ સરકારને ત્રીજી વાર ચૂંટી કાઢી છે. 140 કરોડ ભારતીય ભારતને ઝડપથી ટોચનાં ત્રણ અર્થતંત્રોમાં પહોંચડવાના સંકલ્પ સાથે કામ કરે છે. આજની ઇવેન્ટ આઇસોલેટેડ ઇવેન્ટ નથી, એક મોટા મિશનનો હિસ્સો છે. આ સમિટ ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે. તેમણે એ પછી સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં ભાગ લેવા માટે ચંદ્રબાબુ નાયડુ અને મધ્ય પ્રદેશના CM મોહન યાદવ પણ પહોંચી ગયા છે.
Addressing the 4th Global Renewable Energy Investor’s Meet in Gandhinagar.https://t.co/WvFwcsHeuj
— Narendra Modi (@narendramodi) September 16, 2024
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં પ્રદર્શન નિહાળ્યું હતું અને ચરખો પણ ચલાવ્યો હતો. ત્યાર બાદ રાજ્યના CM તેમનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. રાજ્ય આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બને એ માટે ઊર્જા સંગ્રહ માટે રાજ્યમાં 50 જગ્યા નક્કી કરવામાં આવી છે.
આ RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ્સ યોજાશે. જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઈ, સિંગાપોર અને હોંગકોંગના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ સમિટમાં હાજર રહેશે.
વડા પ્રધાન મોદી ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવ્યા પછી બપોરે 1.30 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર એકથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. ત્યાર બાદ 3:30 વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં રૂ. 8000 કરોડનાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે 6 વાગ્યે રાજભવન જશે.
ત્યાર બાદ PM મોદી રાત્રે રાજભવનમાં જ રોકાણ કરવાના છે અને આજે તેઓ ગુજરાતમાં અન્ય વિકાસ કામોનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કરવાના છે.