અમદાવાદઃ આજે શહેરમાં લગભગ સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોરે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડ્યો હતો.
હવે વરસાદ આવે અને અમદાવાદીઓ મજા કરવાનું ચૂકી જાય એ શક્ય છે? ના બિલકુલ શક્ય નથી. એકબાજુ અમદાવાદીઓએ ધરાઈને વરસાદમાં નાહવાની મજા માણી હતી અને બીજી તરફ વૃક્ષો ધરાશાયી થયા હતા. આ સિવાય રસ્તાઓનું ખોદકામ, અને શહેરના જુદા-જુદા માર્ગો પર ચાલી રહેલા કામના કારણે શહેરના રસ્તાઓ પર ભુઆ પડ્યા હતા. આ સિવાય રસ્તાઓ પરના અધુરા કામ અને પુરાણની ખામીઓને કારણે અનેક વાહનો ખાડાઓમાં પડ્યા હતા.
શહેરના સાયન્સ સિટી, ગોતા, નારણપુરા, શીલજ, રાણીપ, ન્યૂ રાણીપ, ચાંદખેડા, નિર્ણયનગર, ઘાટલોડીયા સહિતના પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં સુસવાટા સાથે પવન ફૂંકાયો અને સાથે વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા.
પ્રજ્ઞેશ વ્યાસ
