રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 15 ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે

અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી નીરમા યુનિવર્સીટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક એવા સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 15 ડિસેમ્બરે આવશે.નિરમા યુનિવર્સિટી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટ પહેલા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પધારનાર છે તે અંતર્ગત આવતીકાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ કેવડિયા ખાતે સરદાર સાહેબના દર્શન કરવા માટે આવશે.

મુખ્યપ્રધાને જણાવ્યું કે આવનારા દિવસોમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ, ઉદ્યોગપતિશ્રીઓ તથા સમાજના અગ્રગણ્ય નાગરિકો તથા કલાકારો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબને શ્રધ્ધાસૂમન અર્પણ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]