વડાપ્રધાન મોદીની આ જાહેરાતથી રાજવી પરિવારોમાં ખુશી

0
1888

દાંતાઃ કેવડીયા કોલોની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે કરી કરેલી એક જાહેરાતને લઈ દેશના રજવાડાંઓના રાજવી પરિવારોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. સરદાર વલ્ભભાઇ પટેલ ના સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈ દાંતા સ્ટેટના રાજવી પરિવારે સરદાર વલ્ભભાઇ પટેલના જીવન ચરિત્રના સંગ્રહાલય પાસે  અખંડ ભારતના સહયોગી બનેલા રજવાડાઓનું પણ એક સંગ્રહાલય બનવું જોઈએ તેવી માંગણી કરાઈ હતી.

ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે રજવાડાઓના અલગ અલગ મ્યુઝિયમ બનાવવા માટે વડાપ્રધાન મોદીએ કરેલી જાહેરાતના પગલે રાજવી પરિવારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજવાડાઓના સંગ્રહાલયની જાહેરાતને રાજવી પરિવારો આવકારી રહ્યા છે.