ભોપાલઃ ભાજપનું ગુજરાત એકમ વિધાનસભાની ચૂંટણીની સાથે આગામી વર્ષે રાજસ્થાન અને મધ્ય પ્રદેશની ચૂંટણી પહેલાં એક મોટો કાર્યક્રમ આયોજિત કરવાની તૈયારીમાં છે. ભાજપ આદિવાસીઓના મતો અંકે કરવા પહેલી નવેમ્બરે રાજસ્થાનના માનગઢ ધામમાં મોટો કાર્યક્રમ કરવાની તૈયારીમાં છે. વડા પ્રધાન મોદી પહેલી નવેમ્બરે માનગઢમાં એ શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરશે, જે 109 વર્ષ પહેલાં સ્વતંત્ર સંગ્રામમાં શહીદ થયા હતા.
વડા પ્રધાન મોદી માનગઢમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે, જેમાં રાજ્યના આદિવાસી મતદારોની સાથે રાજસ્થાન ને મધ્ય પ્રદેશના આદિવાસી મતદારો સામેલ થશે. ભાજપના પ્રદેશાધ્યક્ષ વીડી શર્માએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશના આદિવાસી બાહુલ્ય વિસ્તાર ઝાબુઆ, અલીરાજપુર અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી માનગઢ ધામ પહોંચશે. આદિવાસીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવા પહોંચશે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સામેલ થશે. તેમણે કહ્યું હતું કે માનગઢ એવી જગ્યાએ છે, જ્યાં આદિવાસીઓના બલિદાનને જાણવાની જરૂર છે અને ત્યાં વડા પ્રધાન મોદી પહોંચશે.વાસ્તવમાં રાજ્યમાં ચૂંટણીની તારીખોની એલાન ટૂંક સમયમાં થશે. જેથી વડા પ્રધાન રાજસ્થાનના માનગઢની બોર્ડર પર એક મોટો કાર્યક્રમ ગુજરાતના આદિવાસીઓની સાથે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના આદિવાસીઓને પણ સાધવાનું કામ કરશે.
બાંસવાડા જિલ્લાના માનગઢ ધામને આદિવાસી પવિત્ર ધામ માને છે. વડા પ્રધાન 10 વર્ષ પહેલાં મુખ્ય પ્રધાન હતા- ત્યારે તેમણે અહીંની મુલાકાત લીધી હતી. આગામી વર્ષે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી યોજાવાની છે, જેથી એને ધ્યાનમાં રાખીને ભાજપ માટે આ કાર્યક્રમ મહત્ત્વનો છે. ભાજપ આ કાર્યક્રમ આયોજિત કરીને આદિવાસીને સાધવાના પ્રયાસ કરશે.