નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ચૂંટણી યોજાવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી પંચે હિમાચલમાં તો ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે, પણ રાજ્યમાં ચૂંટણીની તારીખો ક્યારે યોજાવાની તારીખોનું એલાન હજી સુધી નથી કર્યું. જોકે રાજ્યમાં આ સપ્તાહના અંતે રાજ્યની ચૂંટણીની તારીખોનું એલાન થાય એવી શક્યતા છે. રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કાઓ યોજાવાની શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ચૂંટણીની યોજાવાની શક્યતા છે. જોકે હિમાચલ અને ગુજરાતની ચૂંટણીનાં પરિણામો એકસાથે આઠ ડિસેમ્બરે આવવાની ધારણા છે. 14મી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023એ પૂરો થવાનો છે. આ પહેલાં 182 સીટોવાળી વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર, 2017માં થઈ હતી. ભાજપે ચૂંટણીમાં જીત હાંસલ કરીને સત્તા જાળવી રાખી હતી અને રાજ્યમાં વિજય રૂપાણીની આગેવાનીમાં સરકાર બનાવી હતી.

ચૂંટણી પંચે રાજ્યની વિધાનસભાની ચૂંટણી ટમાં તૈયારો પૂરી કરી લીધી છે. રાજ્યમાં ચૂંટણી પંચે રાજ્યની અનેક વખત મુલાકાત લીધી હતી અને ત્યાંની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષાનો રિપોર્ટ લીધો હતો. રાજ્યની ચૂંટણી વર્ષ 2022ની છેલ્લી ચૂંટણી છે અને એને 2024ની ક્વાર્ટર ફાઇનલ કહેવામાં આવે છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 49 ટકા મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 41.4 ટકા મત મળ્યા હતા.  રાજ્યમાં વર્ષ 2022ની ચૂંટણીમાં કુલ મતદાનોની સંખ્યા 4.90 કરોડ છે.