GPSC વર્ગ 1 અને 2ની ભરતી માટેની પરીક્ષાના નવા નિયમો જાહેર

ગાંધીનગર: સરકારી નોકરીની તકની રાહ જોતા લોકો માટે મહત્વના સમચાર સામે આવી રહ્યા છે. ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ગ 1 અને 2માં ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે આ નવા નિયમોને અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. જેના હેઠળ આગામી ભરતીપરિક્ષાઓ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો અનુસાર GPSC વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે મુખ્યપરિક્ષા આપતા પહેલા પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જે બાગ પરિક્ષા સાથે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પર્સાનાલિટી ટેસ્ટ આપવો પડશે. ઉમેદવારો ખાસ ધ્યાનમાં રાખે કે ભરતી પરીક્ષા પહેલા જીપીએસસી પરીક્ષાને લઈને સિલેબસ જાહેર કરશે. ઉમેદવારના ઓર્ડર, પ્રેફરન્સ સહિતના નિયમોને લઈ ગેઝેટ જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલી ફેબ્રુઆરી 2025ના રોજ જાહેરાત વર્ગ 1 અને 2ની ભરતીની જાહેરાત કરાઈ હતી. જેને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રદ કરવામાં આવી હતી અને હવે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભરતીને લઈને નવા નિયમો જાહેર કરાયા છે.

જણાવી દઈએ કે, પ્રિલિમિનરી પરીક્ષા ફક્ત 200 ગુણનું એક જ પેપર (MCQ-Based) હશે. જે બાદ મુખ્ય પરીક્ષામાં કુલ 7 પેપર રહેશ. ભાષાના પેપર માત્ર ક્વોલિફાઈંગ (ફાઇનલ મેરીટમાં નહીં ગણાય, મિનિમમ 25% (75/300) જરૂરી) ગુજરાતીમાં 300 ગુણ અને અંગ્રેજીમાં 300 ગુણ જરૂરી છે. જનરલ સ્ટડી પેપર અને નિબંધ હવે 250 ગુણના રહેશે છે. સામાન્ય અભ્યાસ-IV (Ethics Probably) ઉમેરાયું છે. મુખ્‍ય પરીક્ષા અને ઈન્ટરવ્યુના આધારે ફાઈનલ મેરીટ નક્કી થશે.