ગુજરાત સાયન્સ સિટી દ્વારા તા. 12 ઓગસ્ટના રોજ ડૉ. વિક્રમ સારાભાઈની જન્મજયંતી તેમજ 23 ઓગસ્ટના રોજ નેશનલ સ્પેસ ડે નિમિત્તે તા. 12 ઓગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન સ્પેસ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષની થીમ “આર્યભટ્ટ ટુ ગગનયાન: એન્સિયન્ટ વિસડમ ટુ ઇન્ફિનાઇટ પોસિબિલિટીઝ” હતી. આ કાર્યક્રમમાં 3000થી વધારે વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમ અંતર્ગત અવકાશ વિજ્ઞાન અંગે વિદ્યાર્થીઓમાં રસ જાગૃત કરવા માટે મોડેલ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓની 106 ટીમોએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન 3નું મોડલ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં લેન્ડર, રોવર તેમજ ઓર્બિટરનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓમાંથી પ્રથમ ક્રમે ધ્યાના પટેલ, કેયા પટેલ, પાર્થ પટેલ, દ્વિતિય ક્રમે આર્યન રાવત, પરિક્ષિત પરમાર તેમજ તૃતિય ક્રમે તનમય પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
સેકન્ડરી સ્ટૂડન્ટમાંથી પ્રથમ ક્રમે જશીથ વીર સિંઘ, અવિન દાલમૈદા, આદિત્ય નારાયણ શાહ, દ્વિતિય ક્રમે ધ્વનિ જૈન તેમજ તૃતિય ક્રમે નયન લકુમને વિજેતા જાહેર કરવામાં આવ્યા. જયારે હાયર સેકન્ડરી સ્કૂલમાંથી નેહા ગોહિલ, વિશ્વા પુરોહિત તથા ટીમ તેમજ તૃતિય ક્રમે ભવ્યકુમાર પ્રજાપતિને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ઈસરોના વૈજ્ઞાનિક રાહુલ ખાંડેકર, ઉલ્કેશ દેસાઈ તેમજ આશિષ સોની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ મોડલ વિશે નિર્ણાયકોએ ઉંડાણપૂર્વક અભ્યાસ કરીને વિજેતા જાહેર કર્યા હતા.
આ સ્પર્ધા ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ મોડલ બનાવ્યું હતું.
