નારોલથી ઉજાલા સર્કલ સુધી 12 કિ.મી લાંબો ઓવરબ્રિજ બનશે, ટ્રાફિકની સમસ્યામાંથી મળશે છુટકારો

અમદાવાદ- શહેરના નારોલથી ઉજાલા સર્કલ સુધી 12 કિ.મી. લાંબો ઓવરબ્રિજ બનાવવાનું નેશનલ હાઇવે ઓથોરિટિનું આયોજન છે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. 12 કિ.મી. આ લાંબો બ્રિજ તૈયાર થયાં બાદ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના લોકો ટ્રાફિકમાં અટવાયા વગરના જ સીધા નિકળી શકશે. અને નારોલથી ઉજાલા વચ્ચે થતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે.આ ઉપરાંત હાલમાં નારોલથી સૌરાષ્ટ્ર તરફ જતાં લોકએ જુહાપુરા, સરખેજ થઇને જવું પડે છે. જુહાપુરામાં ટ્રાફિકનું પ્રમાણ વધુ હોય છે. તેમાંય ભારે વાહનોના કારણે ટ્રાફિક ચક્કાજામ થઇ જાય છે. તમામ સમસ્યા નિવારવા માટે નેશનલ હાઇવે ઓથોરિટિ આ બ્રિજ બનાવશે.

થોડા સમય પહેલાજ બનેલા નારોલ બ્રિજને જોઇન્ટ આપીને વિશાલા સુધીનો અને ત્યાંથી ઉજાલા સર્કલ સુધીનો ઓવરબ્રિજ બનાવાશે. આ માટે ટેક્નિકલ વાયબિલિટિની ચકાસણી કરવા માટે સર્વે હાથ ધરાશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]