અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પરથી એક નાઈજિરીયન શખ્સ પકડાયો છે. આ વ્યક્તિએ આફ્રિકાથી બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો અને તેના આધારે તે ભારત આવ્યો હતો. આ શખ્સ બે મહિના સુધી ભારતમાં ફર્યો હતો અને ત્યારબાદ તે પરત પોતાના દેશમાં જતી વખતે ઈમીગ્રેશનમાં ઝડપાયો હતો.
ઈમીગ્રેશન ઓફિસરોએ આ નાઈજિરીયનની તપાસ કરતા તેની પાસેથી બોગસ પાસપોર્ટ મળી આવ્યો હતો. ત્યારે એરપોર્ટ પોલીસે નાઈજિરીયનની અટકાયત કરી છે અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ શખ્સ આફ્રિકાથી બોગસ પાસપોર્ટ બનાવી ભારત આવ્યો હતો. આ વ્યક્તિ ભારતમાં બે મહિના રહ્યો અને અલગ અલગ જગ્યાએ ફર્યો હતો. ત્યારે આખરે આ શખ્સ શાં માટે બોગસ પાસપોર્ટ બનાવી ભારતમાં આવ્યો? ભારતમાં બે મહિના સુધી કઈ કઈ જગ્યાએ અને કયા ઉદ્દેશ્યથી ફર્યો? કદાચ તે ફરવા આવ્યો હોય તો પછી શાં માટે બોગસ પાસપોર્ટ બનાવીને આવ્યો? શું હતું નકલી પાસપોર્ટ બનાવી ભારતમાં બે મહિના સુધી અલગ અલગ જગ્યાઓ પર ફરવાનું કારણ ? આ પ્રકારના અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
હાલ પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી લીધી છે અને તે 2 મહિના દરમિયાન ભારતમાં કઈ કઈ જગ્યાએ ફર્યો તે સહિત સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.