નમસ્તે ટ્રમ્પ: 200 અમેરિકન સુરક્ષાકર્મીઓ સંભાળશે કમાન

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પના અમદાવાદ પહોંચે તે પહેલા તેમના સ્વાગત અને સલામતીનું જોરશોરથી કામ ચાલી રહ્યું છે. સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ટ્રમ્પનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે. આ સમય દરમ્યાન, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ માટેની સુરક્ષા વ્યવસ્થાની તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ટ્રમ્પ માટે એક અભેદ્ય સુરક્ષા સિસ્ટમ બનાવવામાં આવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સમયે સુરક્ષામાં 200 અમેરિકન સુરક્ષાકર્મીઓ (CIA) કમાન સંભાળશે. તેઓ અમદાવાદ પોલીસ તથા દેશની સુરક્ષા એજન્સીની સાથે કો-ઓર્ડિનેટ કરશે.

  • સુરક્ષાને ધ્યાને રાખીને શહેર પોલીસ અને યુ.એસ.સીક્રેટ એજન્સી કામે લાગી.
  • યુ.એસ.સીક્રેટ એજન્સી અને ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ સી.પી.અજય તોમરે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી.
  • મોટેરા સ્ટેડિયમમાં ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ હાથ ધરાયું.
  • ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદ આવનારી તમામ ફ્લાઇટને 3 કલાક સુધી અટકાવી રાખવામાં આવશે.
  • અમેરિકન એરફોર્સના હર્ક્યુલસ વિમાનમાં કાફલા વાહનો, ફાયર સેફ્ટી સિસ્ટમ્સ અને જાસૂસ કેમેરા જેવી વસ્તુઓ શામેલ છે.
  • 200 અમેરિકન સુરક્ષા કર્મીઓ કરશે ટ્રમ્પની સુરક્ષા.
  • સમગ્ર રૂટ પર ૨૦૦ સીસીટીવી કેમેરા અને NSG અને SPG ના અલગ ડ્રોન કેમેરાની નજર રહેશે.
  • સિક્રેટ સર્વિસ અને IB હાજર રહેશે. તો SPG, NSG અને ગુજરાત પોલીસ ખડેપગે રહેશે.
  • એર સુરક્ષા માટે જેટ એરફોર્સ 1 ઉપરાંત 6 વિમાનો રહેશે. તેમજ અલગ અલગ હેલીકોપ્ટર, કાર અને કાર્ગો પણ હશે.
  • ટ્રમ્પ અને મોદીના વિશાળ રોડ શોમાં ભાગ લેવા નાગરિકોએ પોલીસ પાસેથી અધિકૃત આઇકાર્ડ મેળવવું ફરજીયાત.
  • પોલીસના અધિકૃત આઇકાર્ડ વિના કોઇપણ નાગરિકને રૂટના માર્ગો પર એન્ટ્રી મળશે નહી.