કેન્દ્રીયપ્રધાન માંડવિયાએ ‘એમ કેમ કહ્યું’ની રાજકીય વર્તુળોમાં ચાલી ભારે ચર્ચા

વડોદરા– સીએમ રુપાણીની રાજ્ય સરકારે આદરેલી ઝૂંબેશની પૂર્ણાહૂતિમાં વડોદરામાં હાજર રહેલા કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાના એક નિવેદને ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.માંડવિયાએ એમ કહ્યું કે પોતે ગુજરાતના મુખ્યપ્રધાનની રેસમાં નથી. તેમના આ નિવેદને કેટલાક નિષ્ણાતો ગુજરાતના મુખ્યપ્રધાન રુપાણીને બદલવાની કહેવાતી અફવાઓમાં આગમાં ઘી હોમવા જેવું કામ કર્યું છે. કારણ કે લોકસભા ચૂંટણી પહેલાં મુખ્યપ્રધાન રુપાણીને હટાવાશે તેવી વાતોએ છેલ્લાં કેટલાક દિવસોથી જોર પક્ડ્યું છે.

કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાએ માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજ્યમાં વિજય રુપાણીના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે. વિજયભાઈ રુપાણી જ રાજ્યના મુખ્યપ્રધાન છે અને રહેશે. ગુજરાતમાં કોઇ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી. આ એક અફવા છે હું ક્યારેય મુખ્યપ્રધાન પદનો દાવેદાર રહ્યો નથી તેમ જ મુખ્યપ્રધાન પદની રેસમાં પણ નથી, હું ભારત સરકારમાં પ્રધાન તરીકે કામ કરી રહ્યો છું અને કરતો રહીશ.