ભાવનગરના મહારાજાનો ચિત્તાપ્રેમ!

દેશમાં આજકાલ ચિત્તાને લઇને ખૂબ ચર્ચા જામી છે. જામે એ સ્વાભાવિક ય છે, કેમ કે, 1952માં લુપ્ત જાહેર કરાયેલા ચિત્તા હવે દાયકાઓ પછી ભારતમાં ફરીથી વસવાટ કરશે. નામ્બીઆથી મધ્યપ્રદેશના કુનો અભ્યારણ્યમાં લવાયેલા ચિત્તાઓના કારણે ભારતીય વન્ય જીવસૃષ્ટિમાં એક આકર્ષણ વધ્યું છે એનો વન્યજીવ પ્રેમીઓને આનંદ હોય જ.

પરંતુ તમે એ જાણો છો કે, એક સમયે ગુજરાતના ભાલ પંથકમાં આજે જ્યાં વેળાવદર કાળિયાર અભ્યારણ્ય છે ત્યાં આ ચિત્તાઓ મુક્તપણે વિહાર કરતા હતા?

હા, આજે જેમ કરોડો રૂપિયા આપીને ચિત્તા દેશમાં લવાયા છે એમ 1940ના દાયકામાં ભાવનગર રાજવી પરિવાર દ્વારા એ સમયે ચારસો ડોલર ચૂકવીને ચિત્તાઓ આફ્રિકાથી ભારતમાં, ભાવનગરમાં લાવવામાં આવ્યા હતા. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી અનન્ય પર્યાવરણપ્રેમી અને વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધનના ચાહક હતા.

આ ચિત્તાઓને બળદગાડામાં ફેરવીને ખાસ તાલીમ અપાઇ હતી અને એમને એ રીતે અહીંના વાતાવરણને અનુકૂળ બનાવાયા હતા. તાલીમ એવી અપાતી હતી કે, બળદગાડામાં બેસાડેલા ચિત્તાઓ જાણે માનવીના મિત્રો હોય એમ સુરક્ષા ગાર્ડ સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરતા હતા! બળદગાડામાં બેસાડાયેલા આ ચિત્તાઓને પછીથી વેળાવદર જંગલમાં છોડી મૂકવામાં આવતા. ભાવનગર રાજ્યમાં વન્યજીવના સંરક્ષણ માટે ખાસ કાળજી લેવાતી અને મહારાજાએ વન વૃક્ષોના ઉછેર માટે ખાસ જમીન અનામત રાખી હતી.

ભાવનગર રાજ્યમાં ચિત્તાઓને પાળવાની, એમને તાલીમ અને સંવર્ધનની જે પ્રવૃત્તિ થતી હતી એના પર અમેરિકન ફિલ્મમેકર્સે ફિલ્મ પણ બનાવી હતી.

(કેતન ત્રિવેદી)

ભાવનગરના વર્તમાન મહારાણી સમયુક્તાકુમારીએ ખાસ ચિત્રલેખા.કોમ સાથે આ ફિલ્મ પણ શેર કરી કરી છે. એ જોવા માટે ક્લિક કરોઃ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]