જાણો રાજયના જળાશયોમાં કેટલું છે જળ…

ગાંધીનગરઃ આ વર્ષે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને બાદ કરતા ક્યાંય જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી. રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે તો આ તરફ મધ્ય ગુજરાતમાં પણ દર વર્ષની સરખામણીએ ઓછો વરસાદ વરસ્યો છે.

રાજયનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૦.૭૮ ટકા જેટલો નોધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૨૫.૨૧ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૯.૭૬ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૪.૦૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૯.૪૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં  ૯૧.૩૩ ટકા સરેરાશ વરસાદ થયો હોવાના અહેવાલો છે.

ત્યારે રાજયના કુલ ૨૦૩જળાશયોમા અત્યારે ૨૮૦૬૬૯.૪૪ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૦.૪૩ ટકા જેટલો થાય છે. સરદાર સરોવર ડેમમાં ૧૭૯૫૦૧.૨૦ એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૫૩.૭૩ ટકા જેટલો થાય છે.સરદાર સરોવરની ડેમ સપાટી આજે ૧૨૦.૯૧ મીટર પર છે. જયારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમા ૩૩.૨૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમા ૮૦.૩૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમા ૪૯.૩૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમા ૧૨.૬૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમા ૪૪.૫૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]