રુપાણી પ્રધાનમંડળ સામે અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરતાં વિપક્ષ નેતા

ગાંધીનગર-ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર દ્વારા વિજય રૂપાણી સરકારના પ્રધાનમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. વિધાનસભાના નિયમોના નિયમ 106 હેઠળ આ દરખાસ્ત દાખલ થઇ છે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કુલ ૨૮ વાર અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ છે અને આ 29મી અવિશ્વાસ દરખાસ્ત છે. ઉલ્લેખનીય છે કે 18-19 તારીખે વિધાનસભાનું બે દિવસીય સત્ર મળનાર છે.આ અંગે વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવાનું કારણ જણાવતાં કહ્યું કે રાજયમાં છેલ્લા ૨૨ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ કરી રહી છે અને છેલ્લા નવ માસથી ચાલતી આ સરકારને ગુજરાતની પ્રજાએ માત્ર 99 બેઠકો આપી એ સરકાર પર પ્રજાને વિશ્વાસ નથી. ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે આ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે આ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે.
ખેડૂતોની જમીન માપણીનો મુદ્દો દેવા માફીનો મુદ્દો સિંચાઇના પાણીને મુદ્દો  કે ખેડૂતોના અન્ય મુદ્દા હોય સરકાર ખેડૂતોનુ સાંભળતી નથી ત્યારે ખેડૂતોને સરકારમાં અવિશ્વાસ છે શિક્ષણની વાત કરવામાં આવે તો ફી નુ ધોરણ નક્કી કર્યાના બે વર્ષ થયા હોવા છતાં વાલીઓએ વધારે ફી ભરવી પડે છે તેથી વાલીઓનો સરકાર સામે અવિેશ્વાસ છે મગફળીના કાડમાં સરકાર યોગ્ય તપાસ કરતી નથી અને અલગ અલગ એજન્સી પર દોષનો ટોપલો ઢોળી રહી છે અને સરકારે અવિશ્વાસ પેદા કર્યો છે આજે રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને સરકાર તેમને રોજગાર આપવામાં નિષફળ રહી છે ત્યારે યુવાનોનો વિશ્વાસ આ સરકારમાંથી ઉઠી ગયો છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને નાગરીકો અસલામતી અનુભવી રહ્યા છે આ સરકાર ગરીબોને ઘરનુ ઘર આપી શકી નથી તેથી ગરીબોને અવિશ્વાસ હોવાથી કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્તમંત્રી મંડળ સમક્ષ દાખલ કરી છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]