ગાંધીનગરઃ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હસ્તે ઈ-વિધાનસભા લોન્ચ કરવામાં આવી હતી. એ સાથે તેમણે આયુષમાન ભવ અભિયાનનો પણ શુભારંભ કરાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રાલય ‘આયુષ્માન ભવ’ અભિયાન ચલાવવાનું છે, જે ‘સેવા પખવાડિયા’ હેઠળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શરૂ કરવામાં આવશે. આ અભિયાનનો ઉદ્દેશ દેશની 35 કરોડની વસ્તીને સ્વાસ્થ્ય સેવાઓનો લાભ આપવાનો છે.
વાસ્તવમાં, આ અભિયાન હેઠળ સરકાર એવા લોકો સુધી પહોંચશે જેમને હજુ સુધી ‘આયુષ્માન ભારત યોજના’નો લાભ મળ્યો નથી. ‘આયુષ્માન ભારત યોજના’ હેઠળ સામાન્ય લોકોને સરકાર તરફથી રૂ. લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય વીમા કવચ મળે છે. આ માટે લોકોને સ્વાસ્થ્ય વીમો ‘આયુષ્માન કાર્ડ’ જારી કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2018માં શરૂ કરી હતી, જ્યારે 60 કરોડ લોકોને તેનો લાભ આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું.
Live: માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા ગાંધીનગર ખાતેથી 'આયુષ્માન ભવ' અભિયાનનો શુભારંભ. https://t.co/doEM4WnWsh
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 13, 2023
આયુષ્માન ભવ અભિયાન 13 સપ્ટેમ્બરથી શરૂ થશે. પરંતુ તે મુખ્યત્વે 17મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી ચાલશે. હવે દેશના 25 કરોડ લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. હવે સરકાર ઓક્ટોબર સુધીમાં 7 કરોડ પરિવારો (એક પરિવારમાં 5 સભ્યો) એટલે કે 35 કરોડ લોકોને આ યોજનાનો લાભ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.