સુરતમાં ગેમઝોનના નામે લોકો સાથે થાય છે રમત!

ચાર વર્ષ આંખ આડા કાન કર્યા બાદ અંતે રાજકોટમાં 28ના જીવ હોમાયા બાજ તંત્રની આંખ ખુલી હતી. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ ગુજરાતમાં તમામ મહાનગર પાલિકા એક્શન મોડમાં આવી છે. જ્યારે સુરત મહાનગર પાલિકા પણ સફાળું જાગ્યું હતું. પાલિકાએ શહેરમાં ચાલતા 10 જેટલા ગેમ ઝોનમાં ચેકિંગ કરાયું હતું. સુરત શહેરમાં એક બે નહીં પરંતુ પાંચ-પાંચ ગેમઝોન પાલિકાની બિલ્ડીંગ યુઝ પરમીશન વિના જ ધમધમતા હતા.

લાંબા સમયથી પાલિકાની પરવાનગી વિના આ ગેમઝોન ચાલતા હતા તો પાલિકાના અધિકારી કર્મચારીઓએ આ ગેમ ઝોન કેમ બંધ કરાવ્યા નહીં ? શુ પાલિકા અને અન્ય તંત્ર તક્ષશિલા કે રાજકોટ જેવી મોટી દુર્ઘટનાની રાહ જોતા હતા ? આવા અનેક પ્રશ્નો સુરત પાલિક પર ઉભા થઈ રહ્યા છે

રાજકોટમાં ગત શનિવારે સાંજે એક ગેમઝોનમાં લાગેલી આગમાં 27થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટના બાદ સુરત પાલિકા તંત્ર જાગ્યું છે અને શનિવારે રાત્રીથી રવિવારે મોડી સાંજ સુધી શહેરમાં ચાલતા ગેમ ઝોનમાં ચકાસણી કરી હતી અને 10 ગેમ ઝોન બંધ કરાવ્યા હતા તેમાંથી અડધોઅડધ એટલે કે પાંચ ગેમ ઝોન પાસે પાલિકાની બી.યુ. પરમીશન હતી જ નહીં.

TRPGamezone

બિ.યુ. બિલ્ડીંગ યુઝ પરવાનગી વરગ સુરતમાં રહેતા લોકો પર પાલિકા આકરી કાર્યવાહી કરતા હોય છે. પરંતુ સુરતમાં લાંબા સમયથી પાંચ પાંચ ગેમ ઝોન પાલિકાની બી.યુ પરમિશન વિના કેવી રીતે ચાલતા હતા? તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બધા નિયમો સામાન્ય લોકો માટે જ હોય છે. રાજકારણીઓ અને અધિકારીઓની મીલી ભગતના કારણે આ ગેમ ઝોન બી.યુ પરમિશન વિના ચાલતા હતા અને આવામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે.