જવાહરલાલ નહેરુની 60મી પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

દેશના પ્રથમ વડાપ્રધાન, આધુનિક ભારતના શિલ્પી જવાહરલાલ નહેરૂની 60મી પુણ્યતિથી નિમિત્તે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાંકરીયા બાલવાટિકા ખાતે જવાહરલાલ નહેરૂની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના યોગદાનનું સ્મરણ કરવામાં આવ્યું હતું અને ભાવભીની શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

આઝાદી જંગના લડવૈયા, આધુનિક ભારતના શિલ્પી, દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતા એ ભારતની તાકાત છે. દેશના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે અનેક પડકારો વચ્ચે આધુનિક ભારત માટે જરૂરી શૈક્ષણીક સંસ્થાઓ, આઈ.આઈ.એમ., આઈ.આઈ.ટી., એન.આઈ.ડી. ઈન્ડિયન સ્કુલ ઓફ સોશ્યલ સાયન્સ, ઈન્ડિયન સ્કુલ ઓફ સાયન્સ સહિત અનેક મોટી સિંચાઈ યોજના, મોટા કારખાના દ્વારા ભારત નિર્માણ માટે પાયો નાખ્યો. ભારતના લોકતાંત્રિક વ્યવસ્થાને મજબૂત બનાવી. ભારતની જનતા માટે જરૂરી જાહેર સાહસોની સ્થાપના તરફ આગળ વધી. દેશને સમયબધ્ધ વિકાસ માટે આયોજન પંચ અને ત્યારબાદ પંચવર્ષિય યોજના દ્વારા દેશના વિવિધ વિકાસ પ્રકલ્પો અનેક સિધ્ધીઓ પૈકીનું યોગદાન છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, શહેરના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને જવાહરલાલ નહેરૂના કાર્યોને યાદ કરીને શતશત્ વંદન સાથે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.