વિવિધ પ્રાંતના કારીગરોની કળાનું સરનામું એટલે અમદાવાદનું આ હુન્નર હાટ

અમદાવાદઃ ભારત દેશના તમામ પ્રાંતમાં એક વૈવિધ્ય છે. જુદી જુદી બોલીની સાથે અનેક જાતિઓ, ધર્મ-સંપ્રદાયના લોકોનો વસવાટ છે. દરેક પ્રાંતમાં વસતા લોકોની પોતાની એક આગવી કળા કારીગરી છે. દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મંત્રલયો નાનામાં નાના કારીગર-કળાકારને પ્રોત્સાહન મળે એવા પ્રયાસ કરે છે. એમના ઉત્થાન અને રોજગારી માટે પ્રદર્શન-વેચાણના મેળાનું પણ આયોજન થાય છે. અલ્પ સંખ્યક મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજીત હુનર હાટના નામે આર્ટ-ક્રાફ્ટ અને સ્વાદિષ્ટ પકવાનનો મેળો અમદાવાદમાં યોજવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના રિવરફ્રન્ટમાં અલ્પસંખ્યક સમુદાયના જુદા જુદા કારીગરોની બેનમુન કારીગરીનું પ્રદર્શન અને વેચાણ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

હુનર હાટમાં આસામના વાંસ, જ્યુટની વસ્તુઓ, ઝારખંડની સિલ્ક પ્રોડક્ટ, ભાગલપુરી સિલ્ક-લિનન, લાખ અને પરંપરાગત દાગીના, જમ્મુ અને કાશ્મીરની શાલ, પશ્ચિમ બંગાળના કાંથા, વારાણસી સિલ્ક, લખનવી ચિકનકારી-સિરામિક, ટેરાકોટા,બ્રાસ વેયર, લેધર, માર્બલ, રોટ આયર્ન પ્રોડક્સ્, મધ્ય પ્રદેશનું બાટિક, રાજસ્થાનનનું હેંડિક્રાફ્ટ્સ આ સિવાય અનેક કળાત્મક ચીજ-વસ્તુઓની હાટમાં પ્રદર્શન અને વેચાણ થઇ રહ્યું છે. અલ્પસંખ્યક સમુદાયના જુદા જુદા પ્રાંતના લોકોની વિશિષ્ટ લિજ્જતદાર વાનગીઓના સ્ટોલ્સ પણ મુલાકાતીઓ-મહેમાનો માટે મુકવામાં આવ્યા છે.

જો કે અત્યારે તો કહેવાય છે કે તમામ ક્ષેત્રને મંદીએ ભીંસમાં લીધી છે. પણ રિવરફ્રન્ટ લાગેલા હુનર હાટના સ્ટોલ્સ ધારકો મુલાકાતીઓના પ્રતિસાદથી ખુશ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]