નિત્યાનંદ ઇફેક્ટઃ મંજુલા શ્રોફ અને હિતેન વસંતની હવે કોઇપણ સમયે ધરપકડ

અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમ કેસથી વિવાદમાં આવેલ DPS સ્કૂલ કેસમાં સીઈઓ મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનીતા દુઆની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ફગાવી દીધી છે. ત્રણેયની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી કોર્ટનું અવલોકન આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો છે અને કેસની તપાસમાં આરોપીઓની હાજરીની જરૂર છે માટે આગોતરા જામીન નહી આપી શકાય તેવું જણાવ્યું છે. આગામી દિવસોમાં ત્રણેયની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.

ડીપીએસ સ્કૂલ વિવાદ મામલે મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆએ આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી પર અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોતાનો ચુકાદો આપવામાં સોમવારની મુદત આપી હતી. સોમવારે જજમેન્ટ તેયાર ન હોવાના કારણે કોર્ટે 10 ડિસેમ્બર પર અનામત રાખ્યો હતો. તમામની આગોતરા જામીન અરજી પર દલીલો પૂર્ણ થઈ ચૂકી હતી. આ કેસમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારી આર.બી. રાણાએ મીરઝાપુર કોર્ટમાં એક એફિડેવીટ કરીને આરોપીઓની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને એફિડેવિટીમાં એવી રજૂઆત કરી હતી કે, આ કેસના આરોપીઓની હાજરી વગર સ્કૂલની મંજૂરી માટે લેવામાં આવેલી બનાવટી એનઓસી રિકવર થઇ શકે એમ નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]