આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં વરસી રહેલા વરસાદે હવે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિરામ લીધો છે. જો કે હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ થયાવત છે. તાજેતરમાં પડેલા વરસાદ અંગે વાત કરીએ તો આજે સવાર સુધીમાં રાજ્યના 15 તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે જેમાં દહોદ, લીમખેડા, છોટાઉદેપુર અને વાંસદા મળી કુલ ચાર તાલુકાઓમા એક ઈચથી વધુ અને ફતેપુરા, ચીખલી, સંખેડા, સંજેલી, ડોલવણ, માંડવી, ખેરગામ, ડાંગ, ગરબાડા અને સુબીર મળી કુલ ૧૧ તાલુકાઓમાં અડધો ઈચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજયનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩.૨૬ ટકા જેટલો થયો છે.

તો આગામી ત્રણ દિવસ સુધી મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહીની વચ્ચે આજે સવારે અમદાવાદના અમુક વિસ્તારોમાં ધીમેધારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે. આગામી ત્રણ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.