હાર્દિક પટેલના પિતાનું કોરોનાને કારણે અવસાન

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા ભરતભાઇ પટેલનું કોરોનાને કારણે અહીંની યૂ.એન. મહેતા હોસ્પિટલમાં આજે સવારે અવસાન થયું છે. એ કોરોનાવાઈરસ મહાબીમારીથી સંક્રમિત થયા હતા.

કોંગ્રેસના ગુજરાત એકમ તરફથી ટ્વિટરના માધ્યમ દ્વારા ભરતભાઈ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે અને સદ્દગતના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી છે. ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હાર્દિક પટેલને ફોન કર્યો હતો અને શોક વ્યક્ત કરી તેમને તથા એમના પરિવારને સાંત્વના આપી હતી.