ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસઃ કેજરીવાલે સમન્સને પડકાર્યા

અમદાવાદઃ વડા પ્રધાન મોદીની ડિગ્રી મામલે સામસામે રાજકારણ રમાઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ખુદને સમન્સ જતાં સેશન્સમાં અરજી દાખલ કરી છે. તેમણે અરજી પર કોર્ટને રાજ્ય સરકાર અને યુનિવર્સિટીને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે. તેમણે યુનિવર્સિટી તરફથી અમદાવાદની નીચલી કોર્ટમાં દાખલ કરેલા માનહાનિ કેસમાં સમન્સ પર સવાલ કર્યા છે.

તેમણે સેશન્સમાં દાખલ કરેલી અરજીમાં સમન્સના પ્રકારને ખોટા ગણાવ્યા છે. કેજરીવાલ સિવાય રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ અમદાવાદની સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં દાખલ કરી છે. કેજરીવાલે  વડા પ્રધાનની ડિગ્રી મામલે હાઇકોર્ટના ચુકાદામાં ખુદને દંડ લગાવવા વિરુદ્ધ પણ રિવ્યુ પિટિશન દાખલ કરી છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા અમદાવાદની નીચલી કોર્ટમાં માનહાનિ કેસ કરવામાં આવ્યો છે. એમાં અરવિંદ કેજરીવાલની સાથે રાજ્યસભાના સાસંદ સંજય સિંહને હાજર ખવા માટે સમન્સ આપ્યા છે. ગઈ સુનાવણી પર બંને નેતાઓએ દિલ્હીમાં પૂરનો હવાલો આપીને હાજર રહેવામાંથી છૂટ લીધી હતી. જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો. હવે અરવિંદ કેજરીવાલે સેશન્સમાં સમન્સની વિરુદ્ધ રિવિઝન અરજી કરી પડકાર્યા હતા અને કહ્યું હતું કે સમન્સના ઓથોરાઇઝેશન પ્રોપર નથી. યુનિવર્સિટી જે આધાર પર માનહાનિનો કેસ કર્યો છે, એ મામલો જ નથી બનતો. આ સિવાય કેજરીવાલે અરજીમાં કેટલાંય ટેક્નિકલ પાસાં દ્વારા માનહાનિ કેસમાં સમન્સ પર સવાલ ઊભા કર્યા છે.