ગુજરાત: કોંગ્રેસ સાથે ચૂંટણી-પૂર્વે સમજૂતી કરવા NCP તૈયાર

અમદાવાદ – ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાતની સૌ કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે એવા અહેવાલ છે કે આગામી ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સાથે સમજૂતી કરવા માટે શરદ પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) તૈયાર છે.

ગુજરાત NCPના સૂત્રોના જણાવ્યા મુજબ, પક્ષના રાજ્ય એકમના પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કીએ એવો દાવો કર્યો છે કે ભાજપને હરાવવા માટે એમનો પક્ષ કોંગ્રેસ સાથે હાથ મિલાવવા તૈયાર છે.

પરંતુ જો કોંગ્રેસ જોડાણ કરવાની ના પાડશે તો NCP આગામી ચૂંટણી એકલે હાથે લડવા પણ તૈયાર છે એવું પણ સૂત્રોનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે ગયા ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી વખતે NCP પાર્ટીના બે ઉમેદવારે ભાજપની તરફેણમાં મત આપ્યા બાદ કોંગ્રેસ અને NCP વચ્ચેના સંબંધો વણસી ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]