ગુજરાતમાં કોરોનાના કેસ 3 હજારને પાર…

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવતીકાલથી અમુક પ્રતિબંધો સાથે કેટલીક દુકાનો ખોલવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 256 વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો એક દિવસમાં 6 દર્દીઓનાં મોત થયા છે. 256 પોઝિટિવ કેસોની વાત કરીએ તો અમદાવાદમાં નવા 182 કેસ સામે આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 3061 થયો છે. તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 256 વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો એક દિવસમાં 6 દર્દીઓનાં મોત થયા છે. 256 પોઝિટિવ કેસોની વાત કરીએ તો અમદાવાદમાં નવા 182 કેસ સામે આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 3061 થયો છે. તો અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 2 હજારને પાર થઈ ગયો છે. રાજ્યમાં મોતનો કુલ આંક 133 થયો છે. કોરોના પોઝિટિવનો આંકડો 2 હજારને પાર થઈ ગયો છે. રાજ્યમાં મોતનો કુલ આંક 133 થયો છે.

ગુજરાતમાં 256 પોઝિટિવ કેસોની વાત કરીએ તો, અમદાવાદમાં 182 કેસ, આણંદમાં 5, બનાસકાંઠામાં 11, ભાવનગરમાં 5, છોટા ઉદેપુરમાં 2, ગાંધીનગરમાં 4, મહીસાગરમાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 2, પાટણમાં 1, સુરતમાં 34, સુરેન્દ્રનગરમાં 1 અને વડોદરામાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો આજે કુલ 6નાં મોત થયા છે. તો 17 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં અત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 3061 થયો છે. જેમાં 30 લોકો વેન્ટીલેટર પર છે. જ્યારે 2616 લોકોની હાલત સ્થિર છે. જ્યારે કુલ 282 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે કોરોનાના કારણે મોતનો કુલ આંક 133 થયો છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 48315 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 3051 લોકોનાં ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જો આજનાં 6 મોતની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 3 લોકોનાં મોત નીપજ્યા છે. તો આણંદ, સુરત અને વડોદરામાં એક એક લોકોનાં મોત નીપજ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]