રાજ્યમાં કોરોનાના નવા 374 પોઝિટિવ કેસઃ 28 લોકોનાં મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અત્યારસુધી કોરોના વાયરસનો કુલ આંકડો 5000 ને પાર પહોંચી ગયો છે. સરકાર દ્વારા સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખતા રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને યલો ઝોન જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક દિવસમાં 374 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 28 લોકોનાં મોત નિપજ્યા છે. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. તો બીજા રાહતનાં સમાચાર એ છે કે રાજ્યમાં 1042 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 5428 થયો છે. તો કોરોનાને કારણે કુલ 290 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે આજે કુલ 146 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં આજે 274 કેસ, વડોદરા અને સુરતમાં 25, ગાંધીનગર 3, પાટણ 1, બનાસકાંઠા 7, મહેસાણા 21, બોટાદ 3, દાહોદ-અરવલ્લીમાં એક-એક કેસ, મહીસાગરમાં 10 કેસ તો દેવભૂમિ દ્વારકામાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 5428 થયો છે. જેમાંથી 31 વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 4065 લોકો સ્ટેબલ છે. અને રાજ્યમાં કુલ 1042 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અને અત્યાર સુધી કુલ 290 લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે. જેમાં 23 મોત તો એકલાં અમદાવાદમાં છે. જ્યારે કરમસદમાં એક, સુરતમાં 2 અને ગાંધીનગર-વડોદરામાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.