ગુજરાતમાં HTAT ના મુખ્ય શિક્ષક તરીફે ફરજા નિભાવના શિક્ષકો 16 જુલાઈના રોજ ગાંધીનગર તરફ આગળ વધ્યા હતા. વર્ષોની જૂની મગોને લઈ શિક્ષકોએ ગાંધનગર કૂચ કરી હતી. આ ઉપરાંત માંગના સંતોષવામાં આવે ત્યા સુધી ઉપવાસ આંદોલનનું પણ એલાન કર્યુ હતું. આ આંદોલન સામે રાજ્ય સરકારે નમતુ મુક્યું છે. જ્યાં HTATના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં જાહેર કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે નિયમોમાં ફેરફાર નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં..
- મહેકમ ગણવાની પદ્ધતિ: બાલવાટિકાથી ધો. 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
- ધો.6થી 8માં 900 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
- બાલવાટિકાથી ધો.8માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
(2) જિલ્લા આંતરિક બદલીની માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની સ્કૂલમાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જરૂરી.
(3) જિલ્લા ફેરબદલીની માગણી હોય, ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઇએ. 50% જગ્યાઓ અગ્રતાથી અને 50% શ્રેયાનતાથી ભરવાની રહેશે.
(4) તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય-રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ-પત્નીની બદલીઓ, રાજ્યના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી અને કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ-પત્નીની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવી છે.
(5) દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી ક૨શે.
(6) જે-તે સ્કૂલમાં મહેકમ જળવાતું ન હોય તો તેમને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમવાળી સ્કૂલોમાં ખાલી જગ્યા 52, એ પછી તાલુકાની મંજૂર મહેકમવાળી સ્કૂલોમાં ખાલી જગ્યાઓ 52, એ પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી સ્કૂલોમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે.
(7) જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક અરસ પરસ બદલી
- બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈપણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકાશે.
- આંતરિક અને જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઇએ.