માલિકી-વેપારની દ્રષ્ટિએ ગિફ્ટ સિટી બધા માટે ખુલ્લું

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં રહેણાક યુનિટોની માલિકીની સ્થિતિ હળવી કરી છે, જે દેસનું પહેલું ઓપરેશનલ સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સર્વિસ સેન્ટર (IFSC) છે. રાજ્ય સરકારે હાલમાં એ ઠરાવ ઇસ્યુ કર્યો છે, જેમાં ગિફ્ટ સિટીમાં કામ ન કરતા લોકોમે પણ દેશના પહેલા સ્માર્ટ સિટીમાં રહેવાની મંજૂરી આપે છે. અત્યાર સુધી ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકો જ ત્યાંના યુનિટો મેળવી શકતા હતા. જોકે આ વખતે બીજી વખતે સરકારે ઓનરશિપ મેળવવામાં નિયમો હળવા કર્યા છે. આ પહેલાં કોઈ પણ કંપની ગિફ્ટ સિટીમાં રહેણાક સંપત્તિ ખરીદી શકતી હતી. જેથી હવે સરકારે માલિકીપણામાં છૂટછાટ આપતાં હવે માલિકી અને વ્યવસાયની દ્રષ્ટિએ ગિફ્ટ સિટીમાં લોકોને  બધા માટે ખુલ્લી છે.

 ગિફ્ટ સિટીને માથે રૂ. 1600 કરોડનાં દેવાં

ગાંધીનગર પાસેના ગિફ્ટ સિટી લિમિટેડ કંપની પાસે જેટલી મૂડી અને અસ્કયામતો છે તેના કરતાં 1,600 કરોડ રૂપિયા જેટલું વધુ દેવું છે. ગુજરાત વિધાનસભામાં જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુખ્ય પ્રધાનને ઉદ્દેશીને પૂછેલા સવાલ સામે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રશ્નોત્તરીમાં જવાબ આપ્યો હતો.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]