જન્મદિવસની ઉજવણી: વડોદરામાં મોદીના ચિત્રવાળી ભવ્ય રંગોળી, કેકની મિજબાની

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિવસ નિમિત્તે તેમના ચિત્રની આકર્ષક આબેહુબ ૭૧-ફુટની ભવ્ય રંગોળી તથા ૧૮૨-ફુટ લાંબી ૯૭૧-કિલોની કેક કટિંગ સેરેમનીનું વડોદરામાં સેન્ટર સ્ક્વેર મોલ ખાતે આયોજન કરવામાં આવ્યું. (મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલી બધી સરકારી યોજનાઓની માહિતી આ કેક પર દર્શાવવામાં આવી હતી). કેક કટિંગ સેરેમનીનું આયોજન વડોદરાના દિવ્યાંગ બાળકો દ્વારા ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી પ્રદીપસિંહ વાધેલા પણ ઉપસ્થિત હતા. ૯૭૧ કિલોની કેકનું ગરીબ વિસ્તારના બાળકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર દ્વારા કરવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]