ખેડામાં પૂરનું સંકટઃ અમદાવાદમાં આજે શાળા-કોલેજો બંધ

અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક ભાગોમાં લોકોને હાલાકી ભોગવવી પડી છે. ખેડા જિલ્લાના નડિયાદના અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થતાં નિચાણવાળા ભાગોમાં રહેતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવી પડી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતાના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. ફસાઈ ગયેલાં લોકોને ઉગારવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફ ટૂકડીઓના જવાનો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગઈ કાલે રાતે અમદાવાદ શહેરમાં પણ અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. અમુક જ કલાકોમાં 10 ઈંચ જેટલો વરસાદ પડતાં શહેરમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ મહાનગરપાલિકાએ આજે શાળા અને કોલેજોને બંધ રાખવાની જાહેરાત ગઈ કાલે રાતે જ કરી દીધી હતી. અમદાવાદમાં ત્રણ કલાકમાં જ 114.3 મિ.મી. વરસાદ પડ્યો હતો. શહેરના પાલડી, વાસણા અને એલિસ બ્રિજ વિસ્તારોમાં 241.3 મિ.મી. વરસાદ પડ્યો હતો. શહેરમાં મોસમના કુલ વરસાદનો 30 ટકા વરસાદ છેલ્લા ત્રણ દિવસમાં જ પડી ગયો છે.

ગુજરાતના વલસાડ, નવસારી, તાપી તથા અન્ય ભાગોમાં પણ ભારે વરસાદે જનજીવનને માઠી અસર પહોંચાડી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]